- વડાપ્રધાન મોદીને મનમોહનસિંહને જન્મદિનની શુભેચ્છા
- પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જન્મદિનની શુભેચ્છા પાઠવી
- 2004થી 2014થી મનમોહનસિંહે વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ સંભાળ્યો હતો
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીને મનમોહનસિંહને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં તેમના સ્વાસ્થ્ય જીવન અને દીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરી હતી. કોંગ્રેસ સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ મનમોહન સિંહને 89 જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી.
રાહુલ ગાંધીએ પાઠવી શુભેચ્છા
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ તકે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમને દેશ સામેના મુદ્દાઓની ખૂબ સારી સમજ છે અને તેમની પાસેથી ઘણું શીખી શકાય છે. રાજ્યસભાના સભ્ય અને કોંગ્રેસના ટોચના નેતા મનમોહન સિંહ રવિવારે 89 વર્ષના થયા છે.