નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લૂંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) અને સિંગાપોરના પે નાઉનું એકીકરણ શરૂ કર્યું. આ પ્રસંગે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ અને સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના એમડી રવિ મેનન બંને દેશો વચ્ચે UPI PayNow લિન્કેજની શરૂઆતના સાક્ષી બન્યા હતા.
વડાપ્રધાન મોદી શું કહ્યું : આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, UPI PayNow લિન્કેજ ભારત અને સિંગાપોર વચ્ચેની રજૂઆત બંને દેશોના નાગરિકો માટે એક ભેટ છે, જેની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. વડાપ્રધાનને કહ્યું, હું આ માટે ભારત અને સિંગાપોર બંનેના લોકોને અભિનંદન આપું છું.
આ પણ વાંચો :Paytm લાવ્યું UPIનું આ નવું ફીચર, નાના ટ્રાન્ઝેક્શન વધુ ઝડપી દરે થશે
સિંગાપોરમાં રહેતા ભારતીયોને ફાયદો : UPI અને Paynow કનેક્ટિવિટી મંગળવારે વડાપ્રધાન મોદી અને સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લૂંગ દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સુવિધા શરૂ થવાથી સિંગાપોરમાં રહેતા લાખો ભારતીયોને ફાયદો થશે. UPI સેવાઓ શરૂ કરવા માટે સિંગાપોર એક નવું નામ હોય શકે છે, પરંતુ આ પેમેન્ટ સિસ્ટમ માટે ઘણા દેશો સાથે કરારો થઈ ચૂક્યા છે. UPI અને PayNow કનેક્ટિવિટી બંને દેશો વચ્ચેના વેપારમાં ખૂબ ફાયદાકારક સાબિત થશે.
આ પણ વાંચો :Rupay અથવા BHIM UPI ટ્રાન્ઝેક્શનથી બમણો ફાયદો થશે, જાણો કેવી રીતે
ડિજિટલ પેમેન્ટમાં ભારત મોખરે :ભારત વિશ્વભરમાં ડિજિટલ પેમેન્ટ્સમાં મોખરે છે. વિશ્વ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે (IMF) ભારતની આ વ્યવસ્થાની પ્રશંસા કરી છે. તે જ સમયે, દેશમાં UPI દ્વારા ચૂકવણીના આંકડા સતત વધી રહ્યા છે. ભારત સરકાર તેના વિસ્તરણ પર સતત ભાર આપી રહી છે.