- કાવડ યાત્રા મામાલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી
- કોરોનાના કારણે અનેક રાજ્યોએ કાવડ યાત્રા પર લગાવ્યો છે પ્રતિબંધ
- કાવડ યાત્રા મામલે વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન યોગી સામસામે
નવી દિલ્હીઃ સાવનના મહિનામાં યોજાનારી કાવડ યાત્રા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારોને કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી હરિદ્વારથી ગંગા જળ લાવનારા કાવડિયોને આવવા-જવાની મંજૂરી આપવી ન જોઈએ. કોરોના મહામારીને જોતા ઉત્તરાખંડ સરકારે પહેલા જ કાવડ યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ ઉત્તરપ્રદેશ સરકારે કોઈ પ્રતિબંધ નથી લગાવ્યો. મહામારીની ગંભીર સ્થિતિનેધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટ આ મામલા પર ધ્યાન આપી રહી છે.
આ પણ વાંચો-ઉત્તરપ્રદેશ સરકારે 25 જુલાઈથી શરૂ થનારી કાવડ યાત્રાને મંજૂરી આપતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સરકાર પાસે માગ્યો જવાબ
ઉત્તરપ્રદેશ સરકાર કાવડ યાત્રાને મંજૂરી આપવાના નિર્ણય પર પુનઃવિચાર કરેઃ સુપ્રીમ કોર્ટ
બુધવારે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પહેલી વાત તો એ વિચાર છે કે, આપણે બધા સંબંધિત છીએ અને જીવનના મૌલિક અધિકારના કેન્દ્રમાં છીએ. ભારતના નાગરિકોનું આરોગ્ય અને જીવન અધિકારી સર્વોપરિ છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ રાજ્ય કાંવડ યાત્રાની મંજૂરી આપવાના પોતાના નિર્ણય પર આગળ નહીં વધી શકે. જસ્ટિસ આર. એફ. નરિમનની અધ્યક્ષતાવાળી બેન્ચે ઉત્તરપ્રદેશ રાજ્યને કહ્યું હતું કે, તેઓ યાત્રાની પરવાનગી આપવાના પોતાના નિર્ણય પર ફરી વિચારણા કરે અને સોમવારે કોર્ટમાં ફરી આવે.
આ પણ વાંચો-જાણો રામ અને રાવણના સમયથી યોજાયતી કાવડયાત્રાના મહત્વ વિશે
ઉત્તરપ્રદેશ રાજ્ય કેન્દ્ર સરકારના વલણના વિરૂદ્ધમાં ન જઈ શકેઃ સુપ્રીમ કોર્ટ
જસ્ટિસ નરિમને મૌખિક રીતે વરિષ્ઠ વકીલને કહ્યું હતું કે, અથવા તો અમે સીધો આદેશ આપીશું. અથવા તમને નિર્ણય પર ફરી વિચારવા માટે એક તક આપીશું. જસ્ટિસ આર. એફ. નરિમન અને બી. આર. ગવઈની બેન્ચ ઉત્તરપ્રદેશ સરકારને કાવડ યાત્રાને મંજૂરી પર થયેલા મામલાની સુનાવણી કરી રહી હતી. જ્યારે મામલો લેવામાં આવ્યો તો ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને કહ્યું હતું કે, ભારત સંઘનું વલણ છે કે, યાત્રા ન થવી જોઈએ. રાજ્ય સરકારોને સ્થાનિક શિવ મંદિરોમાં અભિષેક કરવા માટે હરિદ્વારથી ગંગાજળ લાવવા માટે કાવડિયોઓની અવરજવરની મંજૂરી આપવી ન જોઈએ. તેને ધ્યાનમાં રાખી જસ્ટિસ નરિમને કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ રાજ્ય કેન્દ્ર સરકારના વલણના વિરૂદ્ધમાં ન જઈ શકે.