નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે PM-કિસાન યોજના (PM Kisan Yojana) હેઠળ 10.09 કરોડ ખેડૂતોને 20,900 કરોડ રૂપિયાનો 10મો હપ્તો તેમના ખાતાંમાં મોકલી દીધો છે. તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં લાભાર્થીઓને (10th installment of PM Kisan Sanman Nidhi 2022) આ રકમ મોકલ્યાની જાહેરાત કરી હતી.
1.24 લાખ ખેડૂતોને ફાયદો
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-કિસાન) યોજના (PM Kisan Yojana) હેઠળ એક વર્ષમાં પાત્ર ખેડૂતોને 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ રકમ ખેડૂતોને તેમના બેંક ખાતામાં રૂ.2,000ના ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે તે કરી હતી. વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં પીએમ મોદીએ 351 ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ (FPO)ને રૂ. 14 કરોડથી વધુની ઈક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડી હતી. તેનાથી 1.24 લાખ ખેડૂતોને (10th installment of PM Kisan Sanman Nidhi 2022) ફાયદો થશે. નવ રાજ્યોના મુખ્યપ્રધાનો, વિવિધ રાજ્યોના પ્રધાનો અને કૃષિ સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં કૌભાંડ કરનારા 1191 ખેડૂત વિરુદ્ધ ફરિયાદ