ઈસ્લામાબાદ:પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને (Pakistan PM Imran Khan) રવિવારે અવિશ્વાસ મત પહેલા વિપક્ષી (Power Politics Pakistan) પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ ખાને કહ્યું કે, ત્રણ ઉંદર છેલ્લા 30 વર્ષથી દેશને લૂંટી (imran Khan rally of Pakistan) રહ્યા છે, તેમણે એવા રાજકારણીઓ, રાજકીય કાર્યકરોની માફી માંગવા કહ્યું કે, જેમના પર ભ્રષ્ટાચારનો આરોપ (battle for Pakistan) છે.
આ પણ વાંચો:ઇડુક્કીમાં માત્ર બોલાચાલીમાં જ એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરવામાં આવતા ચકચાર
વિપક્ષના પ્રસ્તાવોને નકારી કાઢવા બદલ પ્રશંસા:ઈસ્લામાબાદમાં એક રેલીમાં બોલતા, ઈમરાન ખાને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સાંસદોની અવિશ્વાસની (Imran Khan calls today's rally in Islamabad ) દરખાસ્ત પર મતના બદલામાં તેમને લાંચ આપવાના વિપક્ષના પ્રસ્તાવોને નકારી કાઢવા બદલ પ્રશંસા કરી. તેણે કહ્યું કે, મને તારા પર ગર્વ છે. મુખ્ય વિરોધ પક્ષો પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન), પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ ત્રણ ઉંદરો છેલ્લા 30 વર્ષથી દેશને લૂંટી રહ્યા છે.