ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ધનીપુર એરપોર્ટ પર પ્લેન ક્રેસ,પાયલટ અને ટ્રેની પાયલટનો આબાદ બચાવ - ધનીપુર મીની એયરપોર્ટ

અલીગઢના ધનીપુર મીની એરપોર્ટ પર રવિવારે એક તાલીમાર્થી પ્લેન લેન્ડ (Plane Crash )થતી વખતે ક્રેશ થયો હતો. અનિયંત્રિત પ્લેન રનવેથી લગભગ 20-25 મીટર સુધી ઢસડાયો હતો અને એક ખાડામાં પડ્યો હતો.વિમાનમાં એક તાલીમાર્થી અને પ્રશિક્ષક સવાર હતા.બન્ને લોકો સુરક્ષીત છે.આ મામલાની તપાસ માટે સોમવારે દિલ્હીથી સિવિલ એવિએશનની ઇન્વેસ્ટિગેશન ( Civil Aviation Investigation Team )ટીમ પહોંચી હતી.

ધનીપુર એયરપોર્ટ પર પ્લેન ક્રેસ
ધનીપુર એયરપોર્ટ પર પ્લેન ક્રેસ

By

Published : Jul 12, 2021, 1:47 PM IST

Updated : Jul 12, 2021, 2:25 PM IST

  • ધનીપુર એરપોર્ટપર પ્લેન ક્રેસ
  • પાયલટ અને ટ્રેની પાયલટનો આબાદ બચાવ
  • દિલ્હીથી સિવિલ એવિએશનની ઇન્વેસ્ટિગેશનની ટીમ કરશે તપાસ

અલીગઢ: જિલ્લામાં ધનીપુર એરપોર્ટ પર આ ઘટના બન્યા પછી પ્લેન ઉડાવવા અને લેન્ડ કરવા પર રોક લગાવામાં આવી છે. રવિવારે એરપોર્ટના રનવે પર તાલીમાર્થી વિમાન લેન્ડ કરતી વખતે ક્રેશ થયો હતો.વિમાન લગભગ 20થી 25 મીટર સુધી ઢસડાયો હતો અને એક માટીના ખાડામાં જઇને પડ્યો હતો. ઘટનામાં કોઇને જાનહાની પહોંચી ન હતી.પાયલટ અને ટ્રેની પ્લેનમાંથી કૂદી ગયા હતા.

ઘટના બાદ તમામ પ્રકારની ફ્લાઇટ્સ અને લેન્ડિંગ પર પ્રતિબંધ

આ સમગ્ર મામલાની તપાસ માટે સિવિલ એવિએશનની ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસ માટે સોમવારે દિલ્હીથી આવી છે. ત્યાં સુધી ધનીપુર એરપોર્ટ પર તમામ પ્રકારની ફ્લાઇટ્સ અને લેન્ડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે ધનીપુર એરસ્ટ્રિપને મીની એરપોર્ટનો દરજ્જો મળ્યો છે, જેના કારણે અહીં રન-વેનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. નવી બિલ્ડિંગમાં એરપોર્ટને લગતી સુવિધા પણ આપવામાં આવી રહી છે. અહીં ચાર ફ્લાઇંગ ક્લબ નોંધાયા છે, જે વિમાનોને ઉડવાની ખાનગી તાલીમ પણ પૂરી પાડે છે.

આ પણ વાંચો :Philippines Plane Crash: ફિલિપાઈન્સમાં એક અઠવાડિયા પછી દુર્ઘટનાગ્રસ્ત સૈન્ય વિમાનનું બ્લેક બોક્સ મળ્યું, 50થી વધુના મોત

રન વે પર ઉતરીને પ્લેન ક્રેશ થયો

જોકે આ રનવે પર બહારના લોકોને જવાની મંજૂરી નથી. અહીં ધનીપુર એરસ્ટ્રીપની અંદર ફ્લાઇંગ ક્લબ વિમાનને ઉડવાની તાલીમ આપે છે. રવિવારે પણ, એમ્બિશન ફ્લાઈંગ ક્લબનું વિમાન સેશના AF-R સ્થાનિક ઉડાન પછી રનવે પર ઉતરા જઇ રહ્યો હતો. પાઇલટ પ્રશાંત ગોસ્વામી અને તાલીમાર્થી પાઇલટ વિમાનમાં સવાર હતા. ઉતરતાની સાથે જ વિમાનના પૈડાં ઢસડતા પ્લેન રન-વે પરથી ઉતરીને એક ખાડામાં પડ્યો હતો.જે બાદ પાઇલટ અને તાલીમાર્થી પાયલોટે કોઈક રીતે વિમાનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

આ પણ વાંચો : Swedish Airplane Crash: પાયલટ સહિત 9 લોકોના મોત

દિલ્હી સિવિલ એવિએશનની ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરશે

આ ઘટના બાદ અધિકારીઓ તપાસમાં લાગી ગયા હતા. જે બાદ રનવેનું સિટી મેજિસ્ટ્રેટ વિનીત કુમાર સિંહે આ ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું અને વિમાનમાં સવાર પાઇલટ અને ટ્રેની પાઇલટની હાલતની જાણ લીધી હતી.દિલ્હીથી સિવિલ એવિએશનની એક ટીમ આવીને તપાસ કરશે. એરસ્ટ્રીપના ધોરણો નાગરિક ઉડ્ડયન દ્વારા જ નક્કી કરવામાં આવે છે. મીની એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ અહીં ડીજીસીએ તરફથી મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

Last Updated : Jul 12, 2021, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details