રુદ્રપ્રયાગ(ઉત્તરાખંડ):કેદારનાથ હેલિકોપ્ટર અકસ્માતમાં અનેક પરિવારો વિખરાય ગયા છે. આ દુર્ઘટનામાં પાયલોટ સહિત 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા.(Pilgrims Purva Last Selfie viral ) અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ગુજરાતની પૂર્વા પણ સામેલ હતી. જેની છેલ્લી સેલ્ફી વાયરલ થઈ રહી છે. જેમાં પૂર્વાએ કેદારનાથ ધામ સામે સ્મિત સાથે સેલ્ફી લીધી હતી. આ તેની છેલ્લી સેલ્ફી હતી. કેદારનાથથી ઉડાન ભર્યાની થોડીવાર પછી તેમનું સ્મિત કાયમ માટે શાંત થઈ ગયું.
ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇવ:કેદારનાથ હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલાઓમાં ગુજરાતના ભાવનગરના પૂર્વા રામાનુજ (ઉંમર 26) પણ સામેલ હતા. અકસ્માત પહેલા, પૂર્વાએ બાબા કેદારને જોઈને આશીર્વાદ લીધા અને પછી આ પ્રવાસની યાદોને તાજી કરવા માટે ઘણી બધી તસવીરો લીધી. ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇવ કર્યું હતુ. પૂર્વાએ કેદારનાથ મંદિરની સામેથી હસતી સેલ્ફી લીધી હતી. પૂર્વાની આ સેલ્ફી જોઈને લોકો ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. પુત્રીના મૃત્યુથી તેમનો પરિવાર પણ આઘાતમાં છે.
7 લોકોના મોત:18 ઓક્ટોબરે કેદારનાથથી 6 તીર્થયાત્રીઓને લઈને આર્યન એવિએશનના હેલિકોપ્ટર ગુપ્તકાશી માટે ઉડાન ભરી હતી. ત્યારબાદ બપોરે 12 વાગ્યે તે કેદારનાથથી બે કિલોમીટર પહેલા ગરુડચટ્ટી પાસે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલોટ સહિત 7 લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ પુરૂષો (પાયલોટ સહિત) અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.
દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાન:મૃતકોમાં 3 મુસાફરો ગુજરાતના, 3 મુસાફરો તમિલનાડુના હતા. જ્યારે પાયલોટ મુંબઈનો રહેવાસી હતો. UCADA એટલે કે ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ સી રવિશંકરે જણાવ્યું હતુ કે, "દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાન હતું. હેલિકોપ્ટરમાં હવામાં આગ લાગી હતી. હાલ અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે."
હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃતકોના નામ:
- અનિલ સિંહ – પાઈલટ (ઉંમર 57 વર્ષ), નિવાસી – મુંબઈ, મહારાષ્ટ્ર.
- ઉર્વી બારડ (ઉંમર 25 વર્ષ), રહેવાસી- ભાવનગર, ગુજરાત.
- કૃતિ બારડ (ઉંમર 30 વર્ષ), રહેવાસી- ભાવનગર, ગુજરાત.
- પૂર્વા રામાનુજ (ઉંમર 26 વર્ષ), રહેવાસી- ભાવનગર, ગુજરાત.
- સુજાતા (ઉંમર 56 વર્ષ), રહેવાસી- અન્ના નગર, ચેન્નાઈ.
- કાલા (ઉંમર 50 વર્ષ), રહેવાસી- અન્ના નગર, ચેન્નાઈ.
- પ્રેમ કુમાર (ઉંમર 63 વર્ષ), રહેવાસી- અન્ના નગર, ચેન્નાઈ.