નવી દિલ્હીઃ ચૂંટણી પ્રચારમાં ફ્રીમાં વસ્તુઓ પૂરી પાડવાના વાયદા કરવામાં આવે છે. જે 'રેવડી કલ્ચર'ના નામે ઓળખાય છે. સુપ્રીમ કોર્ટમાં 'રેવડી કલ્ચર' વિરુદ્ધ PIL કરવામાં આવી હતી. જેના પર આજે સુનાવણી થઈ હતી. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ પ્રચારમાં મફતની ચીજવસ્તુઓના વાયદા કરવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે 'રેવડી કલ્ચર'મુદ્દે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પણ નોટિસ ફટકારી છે.
PILમાં આરોપઃ સીજેઆઈ ડી. વાય. ચંદ્રચુડ, ન્યાયાધીશ જે. બી. પારડીવાલા, ન્યાયાધીશ મનોજ મિશ્રાની સંયુક્ત બેન્ચે સુનાવણી બાદ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ચૂંટણી પંચ સિવાય કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેન્કને પણ નોટિસ મોકલી છે. PILમાં મતદારોને લલચાવવા બંને રાજ્યોની સરકારો ટેક્સ પેયર્સના પૈસાનો દુરઉપયોગ કરી રહી હોવાનો આરોપ છે. આ PIL ભટ્ટુલાલ જૈન દ્વારા કરવામાં આવી છે.
4 અઠવાડિયામાં જવાબ આપોઃ સરકારો ચૂંટણી પ્રચાર દરમિયાન રોકડ રકમ વહેંચે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. PILનું પ્રતિનિધિત્વ કરતા વકીલે જણાવ્યું કે દર વખતે આ રીતે મફતના વાયદા આપવામાં આવે છે. જેનો છેવટે બોજ કરદાતાઓ પર આવે છે. સુપ્રીમ કોર્ટે સુનાવણીને અંતે નોટિસ ફટકારીને 4 અઠવાડિયામાં આ મુદ્દે જવાબ માંગ્યો છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે 'રેવડી કલ્ચર' વિષયક દરેક પેન્ડિંગ કેસને સાંકળી લેવા આદેશ કર્યો છે.
ચૂંટણી પંચની ભૂમિકા પર પણ પ્રશ્નાર્થઃ અગાઉ પણ ચૂંટણીઓ દરમિયાન 'રેવડી કલ્ચર' પર સુપ્રીમ કોર્ટમાં લાંબા સમય સુધી સુનાવણી ચાલી છે. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ 'રેવડી કલ્ચર' પર આકરી ટિપ્પણીઓ કરી હતી. સુપ્રીમ કોર્ટે તો અગાઉની સુનાવણીમાં ચૂંટણીપંચની ભૂમિકા પર પણ પ્રશ્નો કર્યા હતા. ચૂંટણી પ્રચારમાં 'રેવડી કલ્ચર' દ્વારા વોટ ભેગા કરવા તે રાજકીય પક્ષોનું મુખ્ય હથિયાર બનતું જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે નિષ્ણાતોની કમિટિ બનાવવા પર ભાર મૂક્યો હતો.
- SC Hearing Impaired Persons: સુપ્રીમકોર્ટમાં મુકબધિર વકીલો-પ્રતિવાદીઓની મદદ માટે સાંકેતિક ભાષા દુભાષિયાની નિમણૂક
- Supreme Court: છ વર્ષમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટની 7 જજોની બેંચેં ગૃહમાં વોટના બદલામાં નોટ કેસમાં સુનાવણી કરી