- મમતા બેનરજીના ભાઈ બબન બેનરજીની કારને નડ્યો અકસ્માત
- ચિંગરીઘાટ પાસે પિકઅપ ટ્રકના ડ્રાઈવરે કારને મારી ટક્કર
- જોકે, અકસ્માતમાં એક પણ વ્યક્તિને ઈજા નથી પહોંચી
કોલકાતાઃ મુખ્યપ્રધાન મમતા બેનરજીના ભાઈ બબન બેનરજીની કારને સોમવારે રાત્રે અકસ્માત નડ્યો હતો. કારણ કે, ચિંગરીઘાટ પાસે એક પિકઅપ ટ્રકે બબન બેનરજીની કારને ટક્કર મારી હતી. જોકે, સદનસીબે કોઈ પણ વ્યક્તિને ઈજા નથી પહોંચી. પોલીસે આ અંગે સમગ્ર માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ દુર્ઘટના ઈએમ બાયપાસ પર રાત્રે 10 વાગ્યાની આસપાસ થઈ હતી.