ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Petrol Diesel Price : 8 દિવસમાં 7મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો - Diesel Price Ahmedabad

દેશમાં ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સાતમી વખત વધારો (Petrol and diesel price) કરવામાં આવ્યો હતો. છેલ્લા 8 દિવસમાં 7મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

Petrol Diesel Price
Petrol Diesel Price

By

Published : Mar 29, 2022, 7:45 AM IST

નવી દિલ્હી:IOCL (Indian Oil Corporation Limited) એ મંગળવારે (Petrol and diesel price) માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમત (Petrol Price Ahmedabad) 79 પૈસા વધીને 99.88 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલ (Diesel Price Ahmedabad) 72 પૈસા વધીને 94.06 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.

આ પણ વાંચો :મોટાભાગના ગ્રાહકોએ કોરોનાને કારણે વાહન ખરીદીનો નિર્ણય રાખ્યો મોકૂફ : સર્વે

રાજધાનીમાં 100ને પાર :રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે મંગળવારે પેટ્રોલની કિંમત 80 પૈસા વધીને 100.25 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલ 70 પૈસા વધીને 91.51 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. આ ઉપરાંત, રાજસ્થાનમાં પેટ્રોલની કિંમતમાં 88 પૈસાનો વધારો થયો છે, અહીં પેટ્રોલની કિંમત 111.88 રૂપિયા પ્રતિ લીટર મળી રહી છે, જ્યારે ડીઝલ 71 પૈસા વધીને 95.19 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.

આ પણ વાંચો :Share Market India: શેરબજારમાં પહેલા દિવસે રહી ચમક, સેન્સેક્સ 231 પોઈન્ટ ચગ્યો

મુંબઈમાં પેટ્રોલની કિંમત 115ને પાર :બીજી તરફ દેશના અન્ય ત્રણ મહાનગરોની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 85 પૈસા વધીને 115.02 રૂપિયા પ્રતિ લિટર થઈ રહી છે, જ્યારે ડીઝલમાં 75 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે, અહીં ડીઝલ 99.23 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ચેન્નાઈમાં પેટ્રોલ 76 પૈસાના વધારા સાથે 105.92 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ પણ 67 પૈસાના વધારા સાથે 95.98 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. કોલકાતાની વાત કરીએ તો, અહીં પેટ્રોલ 83 પૈસાના વધારા સાથે 109.66 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 70 પૈસાના વધારા સાથે 94.6 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details