ગુજરાત

gujarat

By

Published : Apr 3, 2022, 9:23 AM IST

ETV Bharat / bharat

Petrol and Diesel Price : આજે ફરી મોંઘા થયા પેટ્રોલ અને ડીઝલ, જાણો નવા ભાવ

દેશભરમાં ઈંધણના (Petrol and Diesel Price) દરમાં વધારો કરવામાં આવ્યો છે. સ્થાનિક કરની જોગવાઈઓ અનુસાર આ દર રાજ્ય-રાજ્યમાં બદલાય છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.41 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે જ્યારે ડીઝલ 94 રૂપિયા અને 67 પૈસા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

Petrol and Diesel Price : આજે ફરી મોંઘા થયા પેટ્રોલ અને ડીઝલ, જાણો નવા ભાવ
Petrol and Diesel Price : આજે ફરી મોંઘા થયા પેટ્રોલ અને ડીઝલ, જાણો નવા ભાવ

નવી દિલ્હીઃદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ઈંધણની વધતી કિંમતોથી લોકો પરેશાન છે. રવિવારે પણ પેટ્રોલ અને ડીઝલના (Petrol and Diesel Price) ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103 રૂપિયા 41 પૈસા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલ 94 રૂપિયા 67 પૈસા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલના દરમાં પ્રતિ લિટર 84 પૈસાનો વધારો થયો હતો, જેના કારણે અહીં તેની કિંમત હવે 118.41 રૂપિયા છે.

આ પણ વાંચો:Petrol Diesel Price : એક દિવસની રાહત બાદ આજે ફરી મોંઘુ થયું પેટ્રોલ અને ડીઝલ, જાણો નવા ભાવ

ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 85 પૈસાનો વધારો : ડીઝલના (Petrol and Diesel Price) ભાવમાં પ્રતિ લિટર 85 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અહીં હવે તેના રૂપિયા 102.64 પ્રતિ લિટર છે. હવે કોલકાતાની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 84 પૈસા જ્યારે ડીઝલમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ રીતે અહીં પેટ્રોલ 113.03 રૂપિયા અને ડીઝલ 97.82 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ચેન્નાઈમાં પેટ્રોલ 108.96 રૂપિયા પ્રતિ લિટર (75 પૈસાનો વધારો) અને ડીઝલ 99.04 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.

આ પણ વાંચો:Petrol Diesel Price : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો, હવે કેટલું મોંઘું થયું, જાણો

દેશભરમાં ઈંધણના દરમાં વધારો : દેશભરમાં ઈંધણના (Petrol and Diesel Price) દરમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ સ્થાનિક ટેક્સની જોગવાઈઓ અનુસાર અલગ-અલગ રાજ્યોમાં આ દર અલગ-અલગ છે. સાડા ​​ચાર મહિનાના લાંબા અંતરાલ પછી 22 માર્ચે દરો બદલવામાં આવ્યા હતા, પરંતુ ત્યારથી કિંમતોમાં આ 11મો વધારો છે.

ABOUT THE AUTHOR

...view details