ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કૉર્ટે 13 સપ્ટેમ્બર સુધી સુનાવણી ટાળી - Supreme Court

સુપ્રીમ કોર્ટે ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ દ્વારા કથિત જાસૂસી મામલે તપાસની માંગ કરનારી અરજીઓ પર સુનાવણી 13 સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે.

પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કૉર્ટે 13 સપ્ટેમ્બર સુધી સુનાવણી ટાળી
પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કૉર્ટે 13 સપ્ટેમ્બર સુધી સુનાવણી ટાળી

By

Published : Sep 7, 2021, 1:11 PM IST

  • પેગાસસ જાસૂસી કેસની સુનાવણી ટળી
  • 13 સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવી સુનાવણી
  • પત્રકારો, રાજનેતાઓ અને કર્મચારીઓની જાસૂસી કરાતી હોવાનો આરોપ
  • કેન્દ્ર સરકારે આરોપો ફગાવ્યા, તપાસ માટે નિષ્ણાતોની પેનલ બનાવશે

નવી દિલ્હી: સુપ્રીમ કૉર્ટે ઇઝરાઇલી સ્પાયવેર પેગાસસ દ્વારા કથિત જાસૂસી મામલે તપાસની માંગવાળી અરજીઓ પર સુનાવણી 13 સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે. અરજીઓમાં પેગાસસ જાસૂસી મામલે કોર્ટની દેખરેખમાં તપાસની માંગ કરવામાં આવી છે. આ પહેલા 16 ઑગષ્ટના સુપ્રીમ કોર્ટે કથિત પેગાસસ જાસૂસીની સ્વતંત્ર તપાસના અનુરોધવાળી અલગ-અલગ અરજીઓ પર સુનાવણી કરી હતી. તો સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પોતાના સોગંદનામામાં કેન્દ્રએ અરજીકર્તાઓ દ્વારા સરકારની વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપોથી ઇનકાર કર્યો હતો.

ખોટા અનુમાનો પર આધારિત છે અરજીઓ: કેન્દ્ર

કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે, પત્રકારોં, રાજનેતાઓ, કર્મચારીઓ પર જાસૂસી કરવા માટે સ્પાયવેરનો ઉપયોગ કરવા સંબંધિત આરોપોવાળી અરજી અનુમાનો પર આધારિત છે. આરોપોમાં કોઈ દમ નથી તેમ છતાં કેટલાક ગર્ભિત સ્વાર્થોના કારણે ફેલાવવામાં આવેલા ખોટા તથ્યોને દૂર કરવા માટે નિષ્ણાતોની પેનલ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, પેગાસસ જાસૂસીના આરોપોમાં 'છૂપાવવા માટે કંઇપણ નથી' અને તે આ મામલે તમામ પાસાઓના નિરીક્ષણ માટે પ્રમુખ નિષ્ણાતોની એક નિષ્ણાત સમિતિ બનાવશે.

મુદ્દાને સનસનાટીપૂર્ણ બનાવવાનો પ્રયત્ન

મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની ત્રણ સભ્યોની ખંડપીઠને સરકારે જણાવ્યું હતું કે આ મુદ્દાઓ ઘણાં 'ટેક્નિકલ' છે અને આના તમામ પાસાઓની નિષ્ણાતો દ્વારા તપાસની જરૂર છે. સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, "આપણે એક સંવેદનશીલ મામલાને ઉકેલી રહ્યા છીએ, પરંતુ તેને સનસનાટીપૂર્ણ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ મામલાની રાષ્ટ્રીય સુરક્ષા પર અસર પડશે. આ બાબત રાષ્ટ્રીય સુરક્ષા પર અસર કરશે." સુપ્રીમ કોર્ટે 10 ઑગસ્ટના કેટલાક અરજદારો દ્વારા સોશિયલ મીડિયા પર જાસૂસી મુદ્દા પર 'સમાંતર કાર્યવાહી અને દલીલો'ને અપવાદરૂપ લેતા કહ્યું હતું કે શિસ્ત જાળવી રાખવી જોઈએ અને અરજદારોને 'સિસ્ટમમાં થોડો વિશ્વાસ' હોવો જોઈએ.

300 મોબાઇલ નંબર ટાર્ગેટ લિસ્ટમાં હતા!

સુપ્રીમ કોર્ટ ઇઝરાયલના જાસૂસી સૉફ્ટવેર પેગાસસથી કથિત રીતે જાસૂસી કરાવવાના મામલે સ્વતંત્ર તપાસ કરાવવાની અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આમાંથી એક અરજી 'એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા' પણ દાખલ કરી છે. આ અરજીઓ ઇઝરાયલી ફર્મ NSOના સ્પાયવેર પેગાસસનો ઉપયોગ કરીને નામી નાગરિકો, રાજનેતાઓ અને પત્રકારો પર સરકારી એજન્સીઓ દ્વારા કથિત રીતે જાસૂસીની રિપોર્ટ સંબંધિત છે. એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંઘે જણાવ્યું છે કે, 300થી વધારે મોબાઇલ ફોન નંબર પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને દેખરેખ માટે સંભવિત ટાર્ગેટની યાદીમાં હતા.

ગંભીર પ્રકૃતિના આરોપ: સુપ્રીમ કોર્ટ

ઉલ્લેખનીય છે કે 5 ઑગષ્ટના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પેગાસસથી જાસૂસી કરાવવામાં આવવા સંબંધિત સમાચારો સાચા છે તો આ આરોપ ગંભીર પ્રકૃતિના છે. કોર્ટે અરજદારોથી એ પણ જાણવા ઇચ્છ્યું કે શું તેમણે આ મામલે કોઈ ફોજદારી ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો. એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ પત્રકારો અને બીજાઓની કથિત જાસૂસી મામલાની તપાસ માટે વિશેષ તપાસ દળ બનાવવાનો અનુરોધ કર્યો છે.

શું છે પેગાસસ સ્પાયવેર?

પેગાસસ એક શક્તિશાળી સ્પાયવેર સૉફ્ટવેર છે, જે મોબાઇલ અને કૉમ્પ્યુટરથી ગુપ્ત અને વ્યક્તિગત જાણકારીઓ ચોરી લે છે અને તેને હેકર્સ સુધી પહોંચાડે છે. આને સ્પાયવેર કહેવામાં આવે છે, એટલે કે સૉફ્ટવેર તમારા ફોન દ્વારા તમારી જાસૂસી કરે છે. ઇઝરાયલી કંપની NSO ગ્રુપનો દાવો છે કે તે આને દુનિયાભરની સરકારોને આપે છે. આનાથી IOS અથવા એન્ડ્રોઇડ ઑપરેટિંગ સિસ્ટમ ચલાવનારા ફોને હેક કરી શકાય છે. ત્યારબાદ આ ફોનનો ડેટા, ઈ-મેલ, કેમેરા, કૉલ રેકૉર્ડ અને ફોટો સહિત તમામ એક્ટિવિટીને ટ્રેસ કરે છે.

વધુ વાંચો: પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી

વધુ વાંચો: પેગાસસ મુદ્દે રાહુલ ગાંધીનો આક્ષેપ : નરેન્દ્ર મોદીએ દરેક યુવાનના ફોનમાં પેગાસસનો આઇડિયા નાંખ્યો

ABOUT THE AUTHOR

...view details