- ઔષધિ મહાનિયંત્રકે કોરોના રસીને લઇને એક પ્રેસ કોન્ફરન્સ યોજી
- કોવિશીલ્ડ અને કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી
નવી દિલ્હી : દેશમાં કોરોના વેક્સિનને લઇને આજે ભારતીય ઔષધિ મહાનિયંત્રક (ડીસીજીઆઇ)એ ભારત બોયોટેકની કોવેક્સિન અને એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ દ્વારા વિકસિત કોવિશીલ્ડ વેક્સિનને મંજૂરી આપી દીધી છે. આપને જણાવી દઇએ કે, ભારતના કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠનના વિષય વિશેષજ્ઞ સમિતિએ ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
કોરોના વેક્સિનના અભ્યાસને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, દેશભરમાં બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 125 જિલ્લાઓના 286 સ્થળો પર વેક્સિનની રિહર્સલ કરવામાં આવી હતી. જેમાં આશરે 96,000 વેક્સિીનેટરોને તાલીમ આપવામાં આવી હતી.