ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Sukesh Chandrasekhar: મહાઠગ સુકેશની અરજી પર સુનાવણી કરવા કોર્ટનો સ્પષ્ટ ઈનકાર - સુકેશ ચંદ્રશેખર કેસ

200 કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી મહાઠગ સુકેશ ચંદ્રશેખરની અરજી પર સુનાવણી કરવાનો કોર્ટે ઈનકાર કરી દીધો હતો. આ સાથે જ કોર્ટે આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

Sukesh Chandrasekhar: મહાઠગ સુકેશની અરજી પર સુનાવણી કરવા કોર્ટનો સ્પષ્ટ ઈનકાર
Sukesh Chandrasekhar: મહાઠગ સુકેશની અરજી પર સુનાવણી કરવા કોર્ટનો સ્પષ્ટ ઈનકાર

By

Published : Mar 18, 2023, 6:27 PM IST

નવી દિલ્હી:દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં શનિવારે આરોપી સુકેશ ચંદ્રશેખરની અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. આ સાથે આરોપી સુકેશે દાખલ કરેલી અરજી પર કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃSukesh Chandrashekhar: તિહાર જેલમાં ધ્રુસકેને ધ્રુસકે રડતો જોવા મળ્યો મહાઠગ સુકેશ, વીડિયો આવ્યો સામે

ન્યાયાધીશને બદલવા માટે અરજી દાખલ કરાઈ હતી:ખરેખર સુકેશ ચંદ્રશેખરે તેમના કેસની સુનાવણી કરતા જજ પર પક્ષપાતનો આરોપ લગાવીને કેસને અન્ય જજને ટ્રાન્સફર કરવાની માગ કરી હતી. તેના પર કોર્ટે કહ્યું હતું કે, આરોપીને પ્રિસાઇડિંગ ઑફિસર પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. આ સાથે પટિયાલા હાઉસ કોર્ટે સુકેશની ન્યાયિક કસ્ટડી 31 માર્ચ સુધી વધારી દીધી છે. મળતી માહિતી મુજબ, સુકેશને કડક સુરક્ષા હેઠળ સવારે 11.30 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટની બહાર અને અંદર મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

સુકેશને કોર્ટમાં રજૂ કરાયોઃ સુકેશ ચંદ્રશેખર કોર્ટમાંથી બહાર નીકળતી વખતે મીડિયાકર્મીઓના સવાલોના જવાબ પણ આપી રહ્યો હતો. તેણે આ મામલે પોતાના તરફથી બીજી અરજી દાખલ કરવાની પણ વાત કરી છે. જોકે, આજના કેસમાં જજની ટિપ્પણી પર બોલવાનો ઈનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા મંગળવારે પણ સુકેશને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃDelhi Liquor Scam: મની લોન્ડરિંગના આરોપી સુકેશ ચંદ્રશેખરનો મોટો દાવો, કહ્યું- હવે કેજરીવાલનો નંબર

આપને જણાવી દઈએ કે, સુકેશ ચંદ્રશેખર પર રેલિગેર કંપનીના પૂર્વ પ્રમોટર માલવિંદર સિંહની પત્ની સાથે મની લોન્ડરિંગ અને 200 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગંભીર આરોપ છે. અગાઉ તે તિહાર જેલમાં બંધ હતો. જેલમાં દરોડા દરમિયાન તેને અનેક પ્રકારની સુવિધાઓ મળતી હોવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ તેને મંડોલી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. સુકેશ પર ભ્રષ્ટાચાર અને આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાંથી પત્રો દ્વારા ઘણી વખત ધમકી આપવાનો આરોપ છે. આ સાથે તેણે પત્રમાં ઘણી વખત એવું પણ લખ્યું કે સત્યેન્દ્ર જૈન જેલમાં ગયા પછી આગળનો નંબર મનીષ સિસોદિયાનો છે.

ABOUT THE AUTHOR

...view details