ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Parliament winter session 2021: રાજ્યસભામાંથી 12 સાંસદો સસ્પેન્ડ, હોબાળો કરવો ભારે પડ્યો

સંસદના ચોમાસુ સત્ર (parliament monsoon session 2021)માં 11 ઑગષ્ટના ઇન્શ્યોરન્સ બિલ (insurance bill 2021 in parliament) પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં જોરદાર હોબાળો કરવાને મામલે શિયાળુ સત્ર (parliament winter session 2021)માં કાર્યવાહી કરવામાં આવી છે. સંસદમાં હોબાળો કરનારા 12 સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ (MPs suspended from Rajya Sabha) કરી દેવામાં આવ્યા છે.

Parliament winter session 2021: રાજ્યસભામાંથી 12 સાંસદો સસ્પેન્ડ, હોબાળો કરવો ભારે પડ્યો
Parliament winter session 2021: રાજ્યસભામાંથી 12 સાંસદો સસ્પેન્ડ, હોબાળો કરવો ભારે પડ્યો

By

Published : Nov 29, 2021, 7:45 PM IST

  • 12 સાંસદોને આખા શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા
  • કૉંગ્રેસ, શિવસેના અને TMCના સાંસદો સસ્પેન્ડ
  • 11 ઑગષ્ટના રાજ્યસભામાં હોબાળો કર્યો હતો

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર ( parliament monsoon session 2021) દરમિયાન થયેલા હોબાળાની કાર્યવાહી શિયાળુ સત્ર (parliament winter session 2021)માં થઈ છે. હોબાળો કરનારા 12 સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ (MPs suspended from Rajya Sabha) કરી દેવામાં આવ્યા છે. આ સાંસદોને સંપૂર્ણ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેનો અર્થ થયો કે સદનની કાર્યવાહીમાં તેઓ સામેલ નહીં થઈ શકે. જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કૉંગ્રેસ (congress MPs suspended from Rajya Sabha), તૃણમૂલ કૉંગ્રેસ અને શિવસેનાના સાંસદ સામેલ છે. સાંસદોને 11 ઑગષ્ટના રાજ્યસભામાં હોબાળો કરવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સાંસદો સસ્પેન્ડ

એલામરમ કરીમ (CPM)

ફૂલો દેની નેતામ (કૉંગ્રેસ)

છાયા વર્મા (કૉંગ્રેસ)

રિપુન બોરા (કૉંગ્રેસ)

વિનય વિશ્વમ (CPI)

રાજામણિ પટેલ (કૉંગ્રેસ)

ડોલા સેન (TMC)

શાંતા છેત્રી (TMC)

સૈયદ નાસિર હુસૈન (કૉંગ્રેસ)

પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના) (priyanka chaturvedi suspended from rajya sabha)

અનિલ દેસાઈ (શિવસેના)

અખિલેશ પ્રસાદ સિંહ (કૉંગ્રેસ)

સંસદમાં મામલો શાંત પાડવા માર્શલોને બોલાવવા પડ્યા હતા

11 ઑગષ્ટના ઇન્શ્યોરન્સ બિલ (insurance bill 2021 in parliament) પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં જોરદાર હોબાળો થયો હતો. સંસદની અંદર ખેંચતાણ પણ થવા લાગી હતી. સ્થિતિ એ આવી કે મામલાને શાંત કરવા માટે માર્શલો (marshals in parliament 2021)ને બોલાવવા પડ્યા હતા. એ દિવસ હોબાળો થવા પર રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ (venkaiah naidu parliament speech)એ કહ્યું હતું કે, "જે કંઇપણ સદનમાં થયું છે, તેણે લોકશાહીના મંદિરને અપવિત્ર કર્યું છે."

2 દિવસ પહેલા જ સદન સ્થગિત કરવામાં આવ્યું હતું

હોબાળાના કારણે બંને સદનને 2 દિવસ પહેલા સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. લોકસભામાં ફક્ત 21 ટકા અને રાજ્યસભામાં 28 ટકા જ કામ થયું હતું. સરકારે વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, તેમને એ ધમકી આપવામાં આવી હતી કે, OBC બિલ (obc bill in parliament 2021), ઇન્શ્યોરન્સ બિલ અથવા કોઇ બીજું બિલ પણ પાસ કરાવવાનો પ્રયત્ન કર્યો તો પરિણામ ભોગવવું પડશે. રાજ્યસભામાં થયેલા હોબાળા પર કેન્દ્ર સરકારના 8 પ્રધાનોએ પ્રેસ કોન્ફરન્સ (press conference cabinet ministers) કરી હતી અને વિપક્ષને માફી માંગવા કહ્યું હતું.

વિપક્ષે લગાવ્યા હતા આરોપ

તો વિપક્ષે પણ સરકાર પર આરોપ લગાવતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને મેમોરેન્ડમ આપ્યું હતું. આમાં વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે જ્યારે ઇન્શ્યોરન્સ બિલ રજૂ કરવામાં આવ્યું તો સદનમાં બહારના સિક્યુરિટી સ્ટાફને બોલાવવામાં આવ્યો જે સુરક્ષા વિભાગના કર્મચારી નહોતા. વિપક્ષે મહિલા સભ્યોની સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

આ પણ વાંચો: Winter Session of Parliament: બન્ને ગૃહમાં કૃષુ પરત ખેંચવાનું બિસ થયું પાસ, લોકસભા આવતીકાલ સુધી સ્થગિત

આ પણ વાંચો: Tripura Poll Results : ભાજપનો ક્લીન સ્વીપ, CPI(M)ના સુપડા સાફ, નડ્ડાએ કહ્યું લોકશાહીની જીત

ABOUT THE AUTHOR

...view details