ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યો પોલિથિનનો વિકલ્પ, અનાજના ભુસુમાંથી બનાવી આ મસ્ત વસ્તુ - અનાજના ભુસુમાંથી પોલિથિન

ઉત્તરાખંડના પંતનગરમાં આવેલી કૃષિ યુનિ.ના (G.B. Pant University Of Agriculture And Technology) રીસર્ચના વિદ્યાર્થીઓએ પોલિથિનનો વિકલ્પ (polythene bags Replacement) શોધી કાઢ્યો છે. ફૂડ એન્જિનીયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ નિષ્ણાંતોની મદદથી પોલિથિનનો વિકલ્પ શોધી કાઢ્યો છે. અનાજના ભુસુમાંથી પોલિલેક્ટિક એસિડ બેઝડ એક ફિલ્મ તૈયાર કરી છે. જે આબેહુબ પોલિથિન જેવી દેખાય છે.

કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યો પોલિથિનનો વિકલ્પ, અનાજના ભુસુમાંથી બનાવી આ મસ્ત વસ્તુ
કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યો પોલિથિનનો વિકલ્પ, અનાજના ભુસુમાંથી બનાવી આ મસ્ત વસ્તુ

By

Published : Jun 4, 2022, 7:47 PM IST

રુદ્રપુર: પંતનગર કૃષિ યુનિ.ના ટેકનોલોજી કૉલેજ વિભાગના (G.B. Pant University Of Agriculture And Technology) વૈજ્ઞાનિકો તથા વિદ્યાર્થીઓએ અનાજના ભુસુમાંથી પોલિથિન જેવી પ્રતિકૃતિ તૈયાર કરી છે. આ નવી વસ્તુની ખાસ વાત એ છે કે, તે માટીના સંપર્કમાં આવ્યા બાદ ત્રણથી છ મહિનામાં પીગળી (biodegradable waste) જાય છે. જેના કારણે કોઈ માટી કે ખેતીને નુકસાન (Soil Infection) પણ થતું નથી. સમગ્ર ટીમને આ વસ્તુ શોધતા ત્રણ મહિનાનો સમય (biodegradable waste Research) લાગ્યો હતો. પર્યાવરણ અનો પોલિથિન એકબીજાના જાનિદુશ્મન છે. રૂદ્રપુરના જીબી પંતનગર એગ્રીકલ્ચર યુનિ.ના વૈજ્ઞાનિકો તથા વિદ્યાર્થીઓએ આનો વિકલ્પ શોધી લીધો છે. ત્રણ વર્ષની મહેનત બાદ આ વસ્તુરૂપી પરિણામ મળ્યું છે.

કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યો પોલિથિનનો વિકલ્પ, અનાજના ભુસુમાંથી બનાવી આ મસ્ત વસ્તુ

આ પણ વાંચો:શું તમે જાણો છો પુરૂષો પોતાને અન્ય કરતા વધુ સ્વસ્થ માને છે

માટીને નુકસાન થતું નથી:સમગ્ર ટીમે અનાજના ભુસામાંથી રીસાયકલ અને રીડીફાઈન પોલિથિન બેગ તૈયાર કરી છે. જે પોલિલેક્ટિક એસિડ પર આધારિત છે. જેને પોલિલેક્ટિક એસિડ ફિલ્મ કહે છે. જેનો ઉપયોગ અનાજ રાખવા તથા રાંધેલી સબ્જીને રાખવા માટે કરવામાં આવે છે. પોલિથિન જેવી દેખાતી આ ફિલ્મની ખાસ વાત એ છે કે, તે માટીના સંપર્કમાં આવ્યા બાદ 3થી 6 મહિનામાં જ નષ્ટ થઈ જાય છે. યુનિ.ના ફૂડ એન્જિનીયર વિભાગના નિષ્ણાંતો કહે છે કે, આ પોલિથિનનું બેસ્ટ રીપ્લેસમેન્ટ બની શકે છે. અમારી તૈયારી આને પેટન્ટ કરાવવાથી લઈ કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરવા સુધીની છે.

ઉત્પાદન ખર્ચ ઓછો:સમગ્ર ફિલ્મને તૈયાર કરવામાં ખાસ કોઈ ઉત્પાદન ખર્ચ આવતો નથી. રીસર્ચ કરનાર શીબાએ એવું કહ્યું કે, ભારત ચોખાનો મોટો ઉત્પાદક દેશ છે. અનાજના મિલિંગ દરમિયાન આશરે 24 મિલિયન ટન ચોખાનું ભુસુ પેદા થાય છે. જેનો ઉપયોગ બોયલર, વીજ ઉત્પાદન વગેરે માટે ઈંધણ તરીકે કરી શકાય છે. મોટી માત્રામાં ભેગુ થતું ભુસુ સળગાવી દેવાય છે. અથવા કચરામાં ફેંકી દેવાય છે. વેપારી મુલ્ય ઓછું અને પ્રાપ્યતા વધારે હોવાને કારણે એક ફિલર તરીકે બાયોકંપોઝિટ પેકેજિંગ સામગ્રી તરીકે ઉપયોગ કરી શકાય છે. આ સાથે આને સેલ્યુલોઝનો સૌથી મહત્ત્વનો સ્ત્રોત પણ માની શકાય છે.

કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓએ શોધી કાઢ્યો પોલિથિનનો વિકલ્પ, અનાજના ભુસુમાંથી બનાવી આ મસ્ત વસ્તુ

આ પણ વાંચો:રક્ષિતે રચ્યો ઈતિહાસ, લદ્દાખથી લઈ કન્યાકુમારી સુધી કર્યો પગપાળા પ્રવાસ

આ વસ્તુનો પણ ઉપયોગ: આ રીસર્ચમાં તેઓએ રાઇસ બ્રાનમાંથી સેલ્યુલોઝ કાઢીને અને પોલીલેક્ટીક એસિડમાં ચોખાના બ્રાનમાંથી કાઢવામાં આવેલા સેલ્યુલોઝને સમાવીને બાયોડિગ્રેડેબલ પેકેજીંગ શીટ બનાવી છે, જે આવનારા સમયમાં પોલીથીન પેકેજીંગને બદલી શકે છે. આ શીટમાં તેઓએ ચાના બીજનું તેલ પણ ઉમેર્યું છે, જેમાં સારા એન્ટીઑકિસડન્ટ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો છે. શેલ્ફ લાઇફ જાળવવાની સાથે, તે ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તામાં પણ વધારો કરે છે. તેમની વિકસિત પેકેજીંગ શીટ પોલીથીન કરતાં વધુ સારી શક્તિ ધરાવે છે. બિન-બાયોડિગ્રેડેબલ પોલિથીન પેકેજિંગને બદલે તેમના દ્વારા વિકસિત પેકેજિંગ શીટ્સ વધુ સારો વિકલ્પ બની શકે છે.

ABOUT THE AUTHOR

...view details