કાશ્મીર:જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 12 કલાકથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ સાથે ઘર્ષણ (Clashes between security forces and militants) ચાલી રહ્યું હતું. બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના 5 આતંકવાદીઓ માર્યા ગયા છે.
5 પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા
IGP કાશ્મીર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા 12 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ (JeM)ના 5 પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા (Pakistan Terrorists Killed) છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર અને પાકિસ્તાની આતંકવાદી ઝાહિદ વાનીનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, છેલ્લા 12 કલાકમાં જમ્મુ અને કાશ્મીરમાં બે એન્કાઉન્ટર થયા છે, જેમાં આ ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા છે.
આ પણ વાંચો:Jammu- Kashmir: બડગામ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા, હથિયારો કરાયા જપ્ત
સુરક્ષા દળો સાથે બે અલગ-અલગ એન્કાઉન્ટર થયા
જમ્મુ અને કાશ્મીરના પુલવામા અને બડગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથે બે અલગ-અલગ એન્કાઉન્ટર થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પુલવામા જિલ્લાના નાયરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. બડગામના ચરાર-એ-શરીફ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે.
આ પણ વાંચો:Encounter in Pulwama : પુલવામા એન્કાઉન્ટરમાં જૈશના 3 આતંકવાદીઓ માર્યા ગયા, મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા
સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ
પોલીસના જણાવ્યા અનુસાર પુલવામા જિલ્લાના નાયરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને કહ્યું, 'આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળા સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. આ ઉપરાંત આતંકવાદીઓ પાસેથી એક AK 56 રાઇફલ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.