ગુજરાત

gujarat

ETV Bharat / bharat

India Corona Update : દેશમાં 24 કલાકમાં 2.10 લાખ નવા કેસ, 959 મોત નોંધાયા - ભારતમાં કોરોના

ભારતમાં કોવિડ-19ના (India Corona Update) 2,09,918 નવા કેસ નોંધાયા છે, જ્યારે 959 લોકોના મોત થયા છે.

India Corona Update
India Corona Update

By

Published : Jan 31, 2022, 10:03 AM IST

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,09,918 નવા કેસ (India Corona Update) સામે આવ્યા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 959 લોકોના મોત થયા છે. આજે સોમવારે સવારે 8 વાગ્યે બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, દેશમાં હાલમાં 18,31,268 સક્રિય કેસ છે. જે સાથે દૈનિક હકારાત્મકતા દર 15.77 ટકા જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:રાજ્યમાં કોરોના કેસમાં થયો ઘટાડો 24 કલાકમાં 9,395 પોઝિટિવ કેસ નોંધાયા, 30 દર્દીએ કોરોના સામે હારી જંગ

દેશમાં હાલમાં 18,31,268 સક્રિય કેસ

સોમવારે સવારે 8 વાગ્યે બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, દેશમાં હાલમાં 18,31,268 સક્રિય કેસ છે. તે જ સમયે, દૈનિક હકારાત્મકતા દર 15.77 ટકા છે. આ ઉપરાંત, એક દિવસમાં 2,62,628 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

આ પણ વાંચો:રવિવારે 24 કલાકમાં 2,34,281 નવા કેસ નોંધાયા, 893 લોકોના મોત

સંક્રમિતોની સંખ્યા 4 કરોડને પાર

આ પહેલા રવિવારે એક દિવસમાં કોવિડ-19ના 2,34,281 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,10,92,522 થઈ ગઈ હતી. સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 4,94,091 લોકોના મોત થયા છે. આ સાથે જ એક દિવસમાં 3,52,784 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જે બાદ સંક્રમણમાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 3,87,13,494 થઈ ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details