- વનપ્લસે લોન્ચ કર્યા બે નવા સ્માર્ટ ફોન
- ગેમિંગ માટે સજ્જ છે સ્માર્ટ ફોન
- સ્માર્ટ ફોનની કિંમત રૂપિયા 39,999થી શરૂ
બેંગલુરુ: ચીની સ્માર્ટફોન કંપની વનપ્લસએ પોતાની ફ્લેગશીપ વનપ્લસ 9 સીરીઝના હેઠળ 9 આર 5જીના નવા એડિશનનું લોન્ચ કર્યું છે. જેને વિશેષ રૂપથી ગેમિંગના શોખિનો માટે બનાવવામાં આવ્યો છે. નવપ્લસ 9આર 5જી બે સ્ટોરેજ વેરીએન્ટમાં આવે છે. આ સ્માર્ટફોન 8જીબી પ્લસ 128જીબી પ્લસ 256 જીબી સ્ટોરેજ વેરીઅન્ટમાં બજારમાં ઉતારવામાં આવ્યો છે. જેની કિંમત ક્રમશ 39,999 રૂપિયા અને 43,999 રાખવામાં આવી છે.
વનપ્લસ 9આર 5જીના ફિચર્સ આ પ્રકારે છે :-
- સ્માર્ટફોન કાર્નબ બ્લેક અને લેક બ્લુ, બે રંગના વિકલ્પની સાથે ઉપલ્બધ છે.
- આ એમેઝોન પ્રાઈમ મેમ્બર અને વનપ્લસ રેડ કેબલ ક્લબ મેમ્બર્સ માટે 14 એપ્રિલના દિવસે ઉપલબ્ધ થશે. આનું વેચાણ ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર પર 15 એપ્રિલથી શરૂ થશે.
વનપ્લસના સીઇઓ અને મુખ્ય ઉત્પાદ અધિકારી પીટ લાઉને નિવેદનમાં કહ્યું છે કે ભારતમાં વનપ્સલ 9આર 5જીની લોન્ચિંગને લઈને ઉત્સાહિ છે. તેમણે કહ્યું કે ગેમિંગના માટે ઉત્સાહી માટે આ એક સારૂ ડિવાઈઝ હશે.
વનપ્લસ 9આર 5જી ક્લોલક્વોમ સ્નૈપડ્રેગન 870 મોબાઈલ પ્લેટફોર્મથી સજ્જ છે.
આ એક એવી પ્રોસેસિંગ સ્પીડ આપે છે જે પાછલી પેઢીના ડિવાઈઝની તુલનામાં 12.6 ટકા ઝડપી છે. આ ફિચર્સ ડિવાઈઝને ગેમિંગ પાવરહાઉસમાં બદલી નાખે છે.
કંપનીએ કહ્યું કે ડિવાઇઝમાં 14 તાપમાન સેન્સર પણ આપવામાં આવ્યા છે. જે સતત ડિવાઈઝના તાપમાન પર નજર રાખે છે.