ગુજરાત

gujarat

By

Published : Sep 23, 2022, 3:33 PM IST

ETV Bharat / bharat

અનોખી હોસ્પિટલ: કોઈ પણ ટ્રિટમેન્ટ કરાવો ચાર્જ માત્ર 1 રૂપિયો

આજના આધુનિક સમયમાં મેડિકલ ક્ષેત્રે સારવાર (GG Charity hospital) હેતું ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ થઈ રહ્યો છે. પણ દિવસે દિવસે આરોગ્ય ક્ષેત્રે સારવાર કરાવવી મોંઘી બની રહી છે. ખાસ કરીને ઑપરેશન અને તેની દવાઓ દરેકના ખિસ્સાને પોસાય એવી નથી. પણ તેલંગણાના હૈદરાબાદમાં એક ટ્રસ્ટની એવી હોસ્પિટલ દર્દીઓની સેવા કરી રહી છે. જેની સામે ચાર્જ પેટે માત્ર એક રૂપિયો લેવામાં આવે છે. એટલું જ નહીં નિષ્ણાંક ડૉક્ટર્સ પણ અહીં પ્રેક્ટિસ કરવા માટે આવે છે. જોઈએ એક રીપોર્ટ.

Etv Bharatઅનોખી હોસ્પિટલ: કોઈ પણ ટ્રિટમેન્ટ કરાવો ચાર્જ માત્ર 1 રૂપિયો
અનોખી હોસ્પિટલ: કોઈ પણ ટ્રિટમેન્ટ કરાવો ચાર્જ માત્ર 1 રૂપિયો

હૈદરાબાદ: હૈદરાબાદના રામનગર વિસ્તારમાં (GG Charity hospital Hyderabad) એક એવી હોસ્પિટલ આવેલી છે. જે દર્દીઓની સેવા પેટે માત્ર એક રૂપિયો ચાર્જ કરે છે. કોઈપણ ડૉક્ટરને જુએ તો પણ કોઈ ફરક પડતો નથી. ફી માત્ર એક રૂપિયો છે. હૈદરાબાદમાં ગરીબો માટે ડૉક્ટરની ઉદાર સેવા એ કેન્દ્રમાં ખરા અર્થમાં દરિદ્રનારાયણની (GG Charity Hyderabad) સેવા સમાન પુરવાર થઈ રહી છે.

રૂપિયામાં સારવારઃ જો સામાન્ય તાવ કે શરદી સાથે હોસ્પિટલમાંજાવ તો ડૉક્ટરની ઓછામાં ઓછી ફી 400 રૂપિયાથી ચાલું થાય. એમાં પણ દવાના પૈસા અલગથી. ગોળીઓ, ઇન્જેક્શન અને સિરપનો ખર્ચ ઉપરથી ચૂકવવો પડે છે. આવા સંજોગોમાં ગરીબોને ખાનગી સારવાર કરાવવા માટે પોતાના ખિસ્સા ખાલી કરવા પડે છે. પરંતુ હૈદરાબાદની એક તબીબ હોસ્પિટલમાં માત્ર એક રૂપિયો લઈને ગરીબોને સારવાર કરવામાં આવી રહી છે. હૈદરાબાદ શહેરના જુદા જુદા ભાગોમાંથી દર્દીઓ એક રૂપિયાની સારવારને કારણે હોસ્પિટલમાં ઈલાજ હેતું આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે, અહીં દર્દીઓનો ઘસારો ઘણો વધારે રહે છે.

લોકોએ નામ પાડ્યું:આ હોસ્પિટલનું નામ જી.જી. હોસ્પિટલ છે. પણ લોકો આને એક રૂપિયાની હોસ્પિટલથી ઓળખે છે. ખાસ કરીને ગરીબ વર્ગના દર્દીઓ માટે આ હોસ્પિટલ ઈલાજનું મોટું અને મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું છે. જ્યારે પણ ઋતુ બદલાય છે ત્યારે વિવિધ રોગનો લોકો શિકાર બને છે. વરસાદની ઋતુમાં ડેન્ગ્યુ, ઉનાળામાં મેલેરિયા અને શિયાળામાં શરદી જેવા રોગો થાય છે. આવા સામાન્ય લક્ષણો ધરાવતા લોકો ડૉક્ટરની સલાહ લેવા માટે શહેરની કોઈપણ ખાનગી હોસ્પિટલમાં જાય છે એ સમયે મસમોટી ફી ચૂકવે છે. કોઈ પણ ટેસ્ટ કરાવવાના થાય કે પ્રિસ્ક્રિપ્શન દવાઓ લેવાની થાય તો ખર્ચો વધી જાય છે. પણ આ હોસ્પિટલમાં આવી કોઈ ફી નથી.

ક્યા ક્યા વિભાગ: આ હોસ્પિટલનું સાચું નામ ગંગૈયા ગારી હોસ્પિટલ છે. જે માત્ર એક રૂપિયામાં સારવાર કરી આપે છે. આ વાત સમગ્ર શહેરમાં ફેલાઈ જતાં જીજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. જેના કારણે આજુબાજુના વિસ્તારના લોકો જ નહીં પરંતુ શહેરના અનેક વિસ્તારોના રહીશો પણ હોસ્પિટલે સારવાર હેતું દોડી આવે છે. સારવાર લઈ ચૂકેલા દર્દીઓનું કહેવું છે કે તેમને નજીવી ફીમાં સારી સારવાર મળી રહી છે. જીજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગ, સ્ત્રીરોગ વિભાગ, બાળરોગ, જનરલ ફિઝિશિયન, જનરલ સર્જન અને ત્વચારોગ વિભાગ છે.

ટેસ્ટ માટે અલગ વ્યવસ્થા:આ સાથે, લોહી અને પેશાબની તપાસ કરવામાં આવે છે. અલ્ટ્રાસાઉન્ડ અને એક્સ-રે યુનિટ પણ છે. જીજી હોસ્પિટલના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં તમામ લેબ ટેસ્ટ માટે માત્ર 50 ટકા ડિસ્કાઉન્ટેડ ફી લેવામાં આવે છે. ડૉક્ટરની તપાસ પછી, જો ત્યાં સ્થિત ફાર્મસીમાં દવાઓ ખરીદવામાં આવે તો 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. હોસ્પિટલ મેનેજમેન્ટનો દાવો છે કે તેઓ હોસ્પિટલમાં બેડ માટે પણ નજીવી ફી વસૂલી રહ્યા છે. એવું કહેવાય છે કે જ્યારે તે બરાબર પાંચ મહિના પહેલા શરૂ થયું ત્યારે GG હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલી હતી. પછી તે 300 OPD પર પહોંચી ગઈ. આયોજકોએ જણાવ્યું હતું કે હાલમાં ઓપી 1,500 સો પર પહોંચી ગઈ છે.

કહે છે ચેરમેન:ચેરમેન ગંગાધર ગુપ્તાએ જણાવ્યું હતું કે ગંગૈયા ગારી હોસ્પિટલ ગરીબોને ઓછા ખર્ચે તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવાના વિચાર સાથે શરૂ કરાઈ હતી. કહેવાય છે કે હોસ્પિટલના પરિસરમાં હુંડી લગાવવામાં આવી છે..જો કોઈ દાન આપશે..તો તે હોસ્પિટલના વિકાસ માટે અને ડોક્ટરોની ફી માટે ખર્ચ કરશે. અત્યાર સુધી ઘણા લોકોએ તેમની હોસ્પિટલ જે રીતે ઓછી કિંમતે ઓફર કરે છે તેનું સમર્થન કર્યું છે. એ ખરેખર યોગ્ય પુરવાર થાય છે.

ABOUT THE AUTHOR

...view details