ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Militant Arrested in Ladora: જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની ધરપકડ

જમ્મુ-કાશ્મીરના લાડુરામાં લશ્કર-એ-તૈયબાના (Lashkar-e-Taiba terrorist) એક આતંકવાદીની ધરપકડ કરવામાં (Militant Arrested in Ladora) આવી છે, તેની પાસેથી હથિયારો મળી આવ્યા છે.

Militant Arrested in Ladora: જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની ધરપકડ
Militant Arrested in Ladora: જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની ધરપકડ

By

Published : Apr 5, 2022, 4:06 PM IST

શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં સ્થિત લાડુરા વિસ્તારમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના (Lashkar-e-Taiba terrorist) એક આતંકવાદીની ધરપકડ કરવામાં (Militant Arrested in Ladora) આવી છે. સેનાના સર્ચ ઓપરેશન દરમિયાન તે પકડાયો હતો. તેની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચો:જબલપુરમાં આ રીતે શિક્ષકે આખા ગામને બનાવી શાળા...

એક આતંકવાદીની ધરપકડ: સુરક્ષા દળોએ રફિયાબાદના લાડુરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન લશ્કરના એક આતંકવાદીની ધરપકડ કરવાનો (terrorist Arrested in jammu kashmir) દાવો કર્યો છે. ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદીની ઓળખ મોહમ્મદ ઈકબાલ ખાન તરીકે થઈ છે. તે જગુ ખારેન, બીરવાહ, બડગામનો રહેવાસી છે. તપાસ દરમિયાન તેની પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ, એક મેગેઝિન અને પાંચ 9 એમએમ રાઉન્ડ મળી આવ્યા હતા.

કુલ 172 આતંકીઓ સક્રિય: જમ્મુ-કાશ્મીરમાં કુલ 172 આતંકીઓ સક્રિય છે. સંરક્ષણ પ્રવક્તાએ ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓને ટાંકીને જણાવ્યું હતું કે, કુલ 156 આતંકવાદીઓ - 79 સ્થાનિક અને 77 વિદેશી - જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય છે. અને જમ્મુ ક્ષેત્રમાં બે વિદેશી સહિત અન્ય 16 સક્રિય છે.

આ પણ વાંચો:ઝારખંડ સહિત 4 રાજ્યોમાં માઓવાદીએ આપ્યું બંધનું એલાન, હાઈ એલર્ટ પર પોલીસ

ઘૂસણખોરીના પ્રયાસોનો ઉલ્લેખ:જાન્યુઆરીથી માર્ચ 2022 સુધીના ડેટા દર્શાવે છે કે, કુલ 15 સ્થાનિક માણસો આતંકવાદમાં જોડાયા હતા. સેનાએ કહ્યું કે, આ વર્ષે નિયંત્રણ રેખા પરથી ઘૂસણખોરીના બે પ્રયાસો - એક કાશ્મીરમાં અને એક જમ્મુમાં - નિષ્ફળ કરવામાં આવ્યા હતા. સેના જાન્યુઆરીમાં ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં અને જમ્મુ ક્ષેત્રના પૂંચમાં ઘૂસણખોરીના પ્રયાસોનો ઉલ્લેખ કરી રહી હતી.

ABOUT THE AUTHOR

...view details