ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રજનીકાંત સાથે મુવી કરનાર ઐશ્વર્યા હવે શેરીઓમાં સાબુ વેચે છે - heroine of Rajanikanth and Mohanlal

એક સમયે તમિલ, મલયાલમ, તેલુગુ અને કન્નડમાં મુખ્ય કલાકારોની હિરોઈન રહી ચુકેલી ઐશ્વર્યા હવે રસ્તા પર સાબુ વેચીને (Aiswarya bhaskar now sells soaps) આજીવિકા કમાઈ રહી છે. તેણીએ મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ અને સુપરસ્ટાર રજનીકાંત સામે લીડ તરીકે કામ કર્યું છે પરંતુ હવે કહે છે કે, તે આજીવિકા પૂર્ણ કરવા માટે શૌચાલય ધોવા માટે પણ તૈયાર છે.

રજનીકાંત સાથે મુવી કરનાર ઐશ્વર્યા હવે શેરીઓમાં સાબુ વેચે છે
રજનીકાંત સાથે મુવી કરનાર ઐશ્વર્યા હવે શેરીઓમાં સાબુ વેચે છે

By

Published : Jun 17, 2022, 7:06 PM IST

હૈદરાબાદ: એક સમયે તમિલ, મલયાલમ, તેલુગુ અને કન્નડમાં મુખ્ય કલાકારોની હિરોઈન રહી ચુકેલી ઐશ્વર્યા હવે રસ્તા પર સાબુ વેચીને (Aiswarya bhaskar now sells soaps) આજીવિકા કમાઈ રહી છે. તેણીએ મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ અને સુપરસ્ટાર રજનીકાંત સામે લીડ તરીકે કામ કર્યું છે પરંતુ હવે કહે છે કે, તે આજીવિકા પૂર્ણ કરવા માટે શૌચાલય ધોવા માટે પણ તૈયાર છે.

આ પણ વાંચો:Agnipath Protest: પોલીસની "અગ્નિપરીક્ષા", "અગ્નિપથ" પર સળગ્યુ હરિયાણા

એક ઓનલાઈન માધ્યમને આપેલા ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યા (heroine of Rajanikanth and Mohanlal) ભાસ્કરે કહ્યું હતું કે, તેની પાસે કોઈ નોકરી નથી, પૈસા નથી અને હવે તે રસ્તા પર સાબુ વેચીને આજીવિકા કમાઈ રહી છે. ફિલ્મોમાં તેના પીક સમય પછી, ઐશ્વર્યાએ ઘણી સિરિયલોમાં મુખ્ય ભૂમિકાઓ કરી છે. જોકે, તે ફેવરિટ લિસ્ટમાંથી બહાર થઈ ગઈ હતી અને કેટલાક સમયથી મેદાનની બહાર છે. આર્થિક સંકડામણને કારણે, તેણીને જીવન નિર્વાહ માટે શેરીઓમાં સાબુ વેચવાની ફરજ પડી છે.

આ પણ વાંચો:Rajiv Gandhi Murder Case: હાઈકોર્ટે પૂર્વ વડાપ્રધાનની હત્યામાં નલિની, રવિચંદ્રનની અરજી ફગાવી

ઈન્ટરવ્યુમાં, ઐશ્વર્યાએ ફરીથી અભિનય કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને આશા વ્યક્ત કરી કે, કોઈ તેને ઑફર્સ સાથે સંપર્ક કરશે. "મારી પાસે કોઈ નોકરી નથી, પૈસા નથી અને હું શેરીઓમાં સાબુ વેચું છું. મારી પાસે કોઈ નથી અને હું એકલી છું. મારી દીકરીના લગ્ન થઈ ગયા છે અને ચાલી ગઈ છે. મને કોઈ નોકરી કરવામાં વાંધો નથી. જો તમે મને તમારી સંસ્થામાં નોકરી આપો તો, હું તેને ખુશીથી સ્વીકારીશ. હું શૌચાલય પણ ધોઈશ અને ખુશીથી પાછી આવીશ," ઐશ્વર્યાએ કહ્યું.

ABOUT THE AUTHOR

...view details