ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Omicron's entry into West Bengal: સાત વર્ષનો બાળક ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો, રાજ્યમાં પ્રથમ કેસ - A seven-year-old child is infected with a new type of corona, Omicron

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં(Murshidabad in West Bengal), સાત વર્ષના બાળકને કોરોનાના નવા પ્રકાર, ઓમિક્રોનથી ચેપ(West Bengal Omicron) લાગ્યો હોવાનો બુધવારે પ્રથમ કેસ નોંધાયો છે.

Omicron's entry into West Bengal: સાત વર્ષનો બાળક ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો, રાજ્યમાં પ્રથમ કેસ
Omicron's entry into West Bengal: સાત વર્ષનો બાળક ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો, રાજ્યમાં પ્રથમ કેસ

By

Published : Dec 15, 2021, 5:07 PM IST

  • મુર્શિદાબાદમાં સાત વર્ષના બાળક ઓમિક્રોનથી સંક્રમિત
  • આરોગ્ય વિભાગ બાળકના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરાયા
  • આ પહેલા તેલંગાણામાં ઓમિક્રોન વેરિઅન્ટના મળી આવ્યા

મુર્શિદાબાદ: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં(Murshidabad in West Bengal) બુધવારે સાત વર્ષના બાળકને કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી ચેપ(West Bengal Omicron) લાગ્યો હોવાનો પ્રથમ કેસ નોંધાયો છે. તે તેના પરિવાર સાથે અબુધાબીથી હૈદરાબાદ થઈને મુર્શિદાબાદના ફરક્કા આવ્યો હતો. ડૉક્ટર બાળકની સારવાર કરી રહ્યા છે.

આફ્રિકન દેશ કેન્યાની 24 વર્ષની મહિલામાં ઓમિક્રોન ઈન્ફેક્શન જોવા મળ્યું

આરોગ્ય વિભાગના(Murshidabad Health Department ) અધિકારીઓએ આ બાળકના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ પહેલા તેલંગાણામાં ઓમિક્રોન વેરિઅન્ટના(Omicron variant in Telangana) બે કેસ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં (Hyderabad, the capital of Telangana )મળી આવ્યા છે. આફ્રિકન દેશ કેન્યાની 24 વર્ષની મહિલામાં ઓમિક્રોન ઈન્ફેક્શન જોવા મળ્યું છે, આ મહિલા 12 ડિસેમ્બરે કેન્યાથી આવી હતી. હૈદરાબાદના ટોલીચોકી વિસ્તારના 23 વર્ષીય યુવકમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે, જે સોમાલિયાથી આવ્યો હતો.

અહેવાલમાં ઓમિક્રોનની પુષ્ટિ કરવામાં આવી

તેલંગાણાના પબ્લિક હેલ્થ ડાયરેક્ટર ડૉ. શ્રીનિવાસ રાવે જણાવ્યું કે બંને મુસાફરો 12 ડિસેમ્બરથી હૈદરાબાદ પહોંચ્યા હતા. કેન્યાથી આવેલી મહિલાની ઉંમર 24 વર્ષની આસપાસ છે અને સોમાલિયાથી આવેલી અન્ય એક મુસાફર 23 વર્ષની છે. રાવે કહ્યું કે બંનેના સેમ્પલ 12 ડિસેમ્બરે એકત્ર કરવામાં આવ્યા હતા અને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રે અહેવાલમાં ઓમિક્રોનની પુષ્ટિ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃવિરાટ કોહલી vs રોહિત શર્મા: અનુરાગ ઠાકુરે કહ્યું, રમતથી કોઈ મોટું નથી

આ પણ વાંચોઃlaunch COVID-19 vaccine for children : આગામી 6 મહિનામાં 3 વર્ષ સુધીના બાળકો માટે રસી કરાશે લોન્ચઃ અદાર પૂનાવાલા

ABOUT THE AUTHOR

...view details