- સાઉથ આફ્રિકાના કેપટાઉનનો કર્યો હતો પ્રવાસ
- સંક્રમિત વ્યક્તિ મુંબઈના ડોમ્બિવલી વિસ્તારમાં રહે છે
- આરોગ્ય વિભાગે ટ્રેકિંગ અને ટ્રેસિંગ સઘન બનાવ્યું
મુંબઈ: ભારતમાં કોરોના વાયરસનો ઓમિક્રોન (omicron cases in india) સ્ટ્રેન ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે. કર્ણાટક (omicron in karnataka) અને ગુજરાત (omicron in gujarat) બાદ હવે મુંબઈ (Omicron Cases In Mumbai)માં પણ એક વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો છે. ત્યારબાદ આરોગ્ય વિભાગે ટ્રેકિંગ અને ટ્રેસિંગ (tracking and tracing covid 19) સઘન બનાવ્યું છે. મુંબઈમાં સંક્રમિત મળી આવેલો એક વ્યક્તિ તાજેતરમાં દક્ષિણ આફ્રિકા (omicron in south africa)થી દુબઈ થઈને ભારત આવ્યો હતો. હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે વ્યક્તિ ઓમિક્રોન વેરિયન્ટ (omicron in india)થી સંક્રમિત છે.
કેપટાઉનનો પ્રવાસ કર્યો હતો
જાણકારી પ્રમાણે 33 વર્ષિય વ્યક્તિએ કેટલાક દિવસ પહેલા કેપટાઉનનો પ્રવાસ કર્યો હતો. ભારત આવ્યા બાદ તેનો ટેસ્ટ (corona testing in india) કરવામાં આવ્યો તો તે ઓમીક્રોન વેરિયન્ટથી સંક્રમિત જોવા મળ્યો છે. એ મુંબઈના ડોમ્બિવલી વિસ્તારમાં રહે છે. હાલ પુરતો સંક્રમિત વ્યક્તિને આઇસોલેટ (corona patient isolation in india) કરી દેવામાં આવ્યો છે અને કૉન્ટેક્ટ ટ્રેસિંગ પર જોર આપવામાં આવી રહ્યું છે.