ખગરિયાઃ બિહારના ખગરિયા જિલ્લામાં વૃદ્ધાવસ્થામાં 35 વર્ષની મહિલાના પ્રેમમાં પડવું એક 60 વર્ષના પુરુષને મોંઘું પડ્યું (Old Man Beaten By Villagers In Khagaria) હતું. ગ્રામજનોએ બંન્નેને વાંધાજનક સ્થિતિમાં પકડીને દોરડાથી બાંધીને ગામની આસપાસ લઈ ગયા હતા. આ દરમિયાન તેમની સાથે મારપીટ પણ કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો બાદ ગામમાં વિવિધ ચર્ચાઓ થઈ રહી છે. બંને મોરકાહી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે.
60 વર્ષીય વૃદ્ધને 35 વર્ષની મહિલા સાથે પ્રેમ કરવો મોઘો પડ્યો આ પણ વાંચો:ભાજપના નેતાઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારની સાઇબર ક્રાઈમે કરી ધરપકડ
60 વર્ષીય પુરુષ 35 વર્ષની મહિલાના પ્રેમમાં પડ્યો : પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક લોકોએ રૂમમાં 60 વર્ષીય પુરુષ અને 35 વર્ષની મહિલાને એકસાથે જોયા હતા. જે બાદ ગામલોકોએ શંકાના આધારે પહેલા બંન્નેને રૂમમાં બંધ કર્યા અને પછી ગ્રામજનોને જાણ કરી હતી. થોડી જ વારમાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ગામના બદમાશોએ વૃદ્ધ પુરુષ અને મહિલાને દોરડાથી બાંધીને માર મારવાનું શરૂ કર્યું હતું. હુમલા દરમિયાન કેટલાક લોકોએ મહિલાની છેડતી કરી હતી અને તેની સાથે અભદ્ર વર્તન પણ કર્યું હતું. બદમાશોએ વૃદ્ધને પણ માર માર્યો હતો. જેમાં તે ઈજાગ્રસ્ત થયા હતા. હાલ સદર હોસ્પિટલમાં વૃદ્ધની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો:કાપડના વેપારીએ કરી પત્ની અને પુત્રીઓની હત્યા ને પછી પોતે પણ..
દમાશોએ બંન્નેને ખોટા આક્ષેપો કરીને બદનામ કર્યા હતા :માર માર્યા બાદ ગામના લોકોએ સાથે બેસીને સર્વાનુમતે બંન્નેને મોરકાહી પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હતા. મોરકાહી પોલીસ સ્ટેશનના પ્રમુખે બોન્ડ ભરીને બંન્નેને છોડી દીધા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, બંન્ને વચ્ચે બે વર્ષથી પ્રેમસંબંધ ચાલતો હતો. વૃદ્ધને ચાર પુત્રો છે. તમામ પરિણીત છે, જ્યારે મહિલાને એક પુત્ર અને એક પુત્રી પણ છે. મહિલાએ કહ્યું કે, અમારી વચ્ચે રૂપિયાની લેવડદેવડ છે. તે અંગે તે વૃદ્ધા પાસે આવી હતી. આ દરમિયાન કેટલાક બદમાશોએ બંન્નેને ખોટા આક્ષેપો કરીને બદનામ કર્યા હતા. ત્યારે વૃદ્ધો અને મહિલાઓને માર મારનારાઓ સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.