ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Odisha School Poison Incident: સ્કૂલમાં રજા જાહેર કરાવવા વિદ્યાર્થીએ 20 દોસ્તોને પીવડાવ્યું ઝેર

ઓરિસ્સામાં કામગાંવ હાયર સેકન્ડરી સ્કૂલ (kamgaon higher secondary school odisha)ના એક વિદ્યાર્થીએ શાળામાં રજા લેવા માટે તેના 20 મિત્રોને ઝેર પીવડાવી દીધું (Student poisoned friends). સદનસીબે ઝેર પીનારા તમામ શાળાના વિદ્યાર્થીઓની હાલત ખતરાની બહાર છે.

Odisha School Poison Incident: સ્કૂલમાં રજા જાહેર કરાવવા વિદ્યાર્થીએ 20 દોસ્તોને પીવડાવ્યું ઝેર
Odisha School Poison Incident: સ્કૂલમાં રજા જાહેર કરાવવા વિદ્યાર્થીએ 20 દોસ્તોને પીવડાવ્યું ઝેર

By

Published : Dec 11, 2021, 4:36 PM IST

  • 20 દોસ્તોને ઝેરી જંતુનાશક દવા ભેળવેલી બોટલમાં પાણી પીવડાવ્યું
  • વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
  • લોકડાઉન ન થતાં સ્કૂલમાં રજા માટે ભર્યું ઘાતક પગલું

નવી દિલ્હી: ઓરિસ્સાના કામાગાંવ ઉચ્ચ માધ્યમિક સ્કૂલ (kamgaon higher secondary school odisha)ના એક વિદ્યાર્થીએ પોતાના 20 દોસ્તો (Student poisoned friends)નો જીવ ફક્ત એટલા માટે સંકટમાં મુકી દીધો, કેમકે એ ઇચ્છતો હતો કે સ્કૂલ (Odisha School Poison Incident)માં રજા પડે. આ સ્કૂલ ઓરિસ્સાના બારગઢ જિલ્લાના ભાટ્લી બ્લોક (odisha bargarh bhatli block)માં આવેલી છે.

ઝેરી જંતુનાશક દવાવાળી બોટલમાં પાણી પીવડાવ્યું

સ્કૂલના આચાર્ય પ્રેમાનંદ પટેલે જણાવ્યું કે, આરોપી વિદ્યાર્થીએ પોતાની હોસ્ટેલના 20 દોસ્તોને એ બોટલમાં પાણી (pesticide mixed in water) પીવડાવ્યું જેમાં ઝેરી જંતુનાશક દવા ભેળવેલી હતી. આના કારણે વિદ્યાર્થીઓને ઉલ્ટીઓ થવા લાગી અને ઉબકા આવવાની ફરિયાદ પર હૉસ્પિટલમાં ભરતી કરવા પડ્યા. જો કે સારવાર બાદ તમામ ખતરાની બહાર છે.

વિદ્યાર્થીને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો

આચાર્યએ જણાવ્યું કે, 16 વર્ષના આર્ટ્સના વિદ્યાર્થી (odisha kamgaon higher secondary school student)ને આશા હતી કે કોરોના વાયરસનું નવું વેરિયન્ટ ઓમિક્રોન (omicron variant in india) મળ્યા બાદ લોકડાઉન (lockdown in india) લાગી જશે અને સ્કૂલ બંધ થઈ જશે, પરંતુ તેવું ન થતાં તેણે આ ઘાતક પગલું ઊઠાવ્યું. હૉસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીઓના પરિવારે માંગ કરી હતી કે આરોપી વિદ્યાર્થીની વિરુદ્ધ FIR નોંધાવવામાં આવે, પરંતુ તેની ઓછી ઉંમર અને કેરિયરને જોતા તેના પર કેસ નોંધાવવામાં ન આવ્યો. તેને કેટલાક દિવસ માટે સ્કૂલમાંથી સસ્પેન્ડ (student suspended from school in odisha) કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Lok Adalat: આજે હાઈકોર્ટ અને નીચલી કોર્ટમાં લોક અદાલતનું આયોજન

આ પણ વાંચો: કુન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનાની અટકળોથી વાયુસેના પરેશાન, કહ્યું મૃતકોની ગરિમાનું સન્માન કરો

ABOUT THE AUTHOR

...view details