Diwali 2023: પુરીના દરિયા કિનારે ભગવાન રામનું વિશાળ રેત શિલ્પ, સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે આપ્યો 'હેપ્પી દિવાલી'નો સંદેશ - દિવાળીના સમાચાર
દિવાળીના પાવન પર્વ પર, પ્રખ્યાત રેત શિલ્પકાર સુદર્શન પટનાયકે ઓડિશાના પુરીના દરિયા કિનારે 'હેપ્પી દિવાળી'ના સંદેશ સાથે ભગવાન રામનું સૌથી મોટું રેત શિલ્પ બનાવ્યું છે. સેન્ડ આર્ટિસ્ટ સુદર્શને ભગવાન રામની 50 ફૂટ લાંબી અને 50 ફૂટ પહોળી સેન્ડ આર્ટ બનાવ્યું છે. જે લોકો માટે ખુબ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Published : Nov 12, 2023, 10:21 AM IST
|Updated : Nov 12, 2023, 11:19 AM IST
પુરી: દિવાળીના અવસર પર, પ્રખ્યાત રેત કલાકાર સુદર્શન પટનાયકે ઓડિશાના પુરીમાં 'હેપ્પી દિવાળી' સંદેશ સાથે ભગવાન રામની સૌથી મોટું રેત શિલ્પ બનાવ્યું છે. સેન્ડ આર્ટિસ્ટ સુદર્શને ભગવાન રામની 50 ફૂટ લાંબી અને 50 ફૂટ પહોળી સેન્ડ આર્ટ બનાવ્યું છે. જેમાં તેણે લગભગ પાંચ ટન રેતીનો ઉપયોગ કર્યો હતો. તેમની સેન્ડ આર્ટ સંસ્થાના વિદ્યાર્થીઓએ પણ તેમને સેન્ડ આર્ટ બનાવવામાં સહકાર આપ્યો હતો. દિવાળી એટલે રોશનીનો તહેવાર, મુખ્ય તો 14 વર્ષ સુધી વનવાસમાં રહ્યા પછી ભગવાન રામ તેમના રાજ્યમાં પાછા ફરે છે અને તે સુખદ ઘડીના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન રામના આશીર્વાદથી જાન્યુઆરી 2024માં યુપીના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. પટનાયકે કહ્યું, એટલા માટે અમે આ વર્ષે ભગવાન રામની રેતીની મૂર્તિ બનાવી છે.