- નુસરત જહાંએ નિખિલ જૈન પર લગાવ્યા આક્ષેપ
- નિખિલ જૈન અંગેના વિવાદ પર નુસરતે તોડ્યું મૌન
- નિખિલ સાથે લગ્ન તુર્કી કાયદા અનુસાર થયા હતાઃ નુસરત
ન્યૂઝ ડેસ્કઃ અભિનેત્રીથી નેતા બનેલી નુસરત જહાં (Nusrat Jahan)એ પોતાની ગર્ભાવસ્થા અને નિખિલ જૈન (Nikhil Jain) સાથે સંબંધો અંગે ચાલી રહેલા વિવાદ પર મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે, નિખિલની સાથે તેના લગ્ન તુર્કી કાયદા અનુસાર થયા હતા અને ભારતમાં તે માન્ય નથી. પોતાના નિવેદનમાં નુસરતે નિખિલ જૈન પર અનેક આરોપ પણ લગાવ્યા હતા.
નુસરત જહાંએ નિખિલ જૈન પર લગાવ્યા આક્ષેપ આ પણ વાંચો-5જી મુદ્દે 20 લાખના દંડ પછી અભિનેત્રી જુહી ચાવલાનો વીડિયો આવ્યો સામે, જુઓ શું કહ્યું?
નિખિલે ગેરકાયદે રીતે સંપત્તિઓ પરત લીધીઃ નુસરત
નુસરતે જણાવ્યું હતું કે, તેનો સામાન જેવો પરિવારના ઘરેણા અને અન્ય સંપત્તિઓ નિખિલ દ્વારા ગેરકાયદે રીતે પરત લેવામાં આવી છે. અભિનેત્રીએ એ પણ આરોપ લગાવ્યો હતો કે, તેની જાણ વિના વિવિધ ખાતામાંથી પૈસાનો દૂરુપયોગ કરવામાં આવે છે. વિદેશી ભૂમિ પર લગ્ન થવાના કારણે તે ભારતમાં માન્ય નથી. આ ઉપરાંત જોકે, આ એક આંતરધાર્મિક લગ્ન હતા. તે માટે આને ભારતમાં વિશેષ લગ્ન અધિનિયમ અંતર્ગત માન્યતાની આવશ્યકતા છે, જે નથી થયું.
નિખિલ સાથે લગ્ન તુર્કી કાયદા અનુસાર થયા હતાઃ નુસરત આ પણ વાંચો-44 વર્ષીય અભિનેત્રી પૂજા બત્રાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા બોલ્ડ ફોટો
મારી સાથે જોડાયેલા ન હોય તે અંગે મીડિયા વાત ન કરેઃ નુસરત
નુસરતે જણાવ્યું હતું કે, મે પોતાના અંગત જીવન અને કોઈ એવા વ્યક્તિ વિશે ક્યારેય વાત નહીં કરું, જેનાથી હું જોડાયેલી નથી. આ માટે જે લોકો પોતાને સામાન્ય લોકો કહે છે. તેમને એવી કોઈ પણ વસ્તુથી મનોરંજન ન કરવું જોઈએ, જે તેનાથી સંબંધિત નથી. હું મીડિયાને અનુરોધ કરું છું કે, ખોટા વ્યક્તિથી સવાલ ન કરે, જે લાંબા સમયથી મારા જીવનનો હિસ્સો જ નથી.