ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NRIએ 48 કલાકમાં એક કરોડ એકત્રિત કર્યા, હોસ્પિટલોમાં દાન આપ્યું

કોરોના સંક્રમણ દરમિયાન જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તે જોતા કોઈમ્બતુરના NRI રાજેશે તેની પત્ની સાથે એક ટ્રસ્ટની મદદ માટે માત્ર 48 કલાકમાં એક કરોડ રૂપિયા એકત્રિત કર્યા અને તેને હોસ્પિટલોમાં દાન આપ્યું. જેથી ત્યાંની કોરોના સાથે વ્યવહાર કરવા માટે અન્ય વ્યવસ્થા કરી શકાય.

NRIએ 48 કલાકમાં એક કરોડ એકત્રિત કર્યા
NRIએ 48 કલાકમાં એક કરોડ એકત્રિત કર્યા

By

Published : May 23, 2021, 11:52 AM IST

  • હોસ્પિટલોમાં તબીબી ઓક્સિજનની અછત
  • એક ટ્રસ્ટ દ્વારા માત્ર 48 કલાકમાં એક કરોડ એકત્ર
  • ઓક્સિજન કોન્સેન્ટર્સ અને ક્ષમતાવાળા પલંગની પણ જોગવાઈ

ચેન્નાઈ: કોરોનાની બીજી લહેર સાથે કોરોનામાં ચેપ લાગતા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ જ કારણ છે કે, કોઈમ્બતુરમાં કોવિડના કેસમાં વધારો થવાને કારણે શહેરની હોસ્પિટલોમાં તબીબી ઓક્સિજનની અછત છે. આ જોતાં અમેરિકાના નેવાડામાં રહેતા રાજેશ રેંગાસામીએ તેની પત્ની નિત્ય મોહન સાથે એક ટ્રસ્ટ દ્વારા માત્ર 48 કલાકમાં એક કરોડ ઉભા કર્યા અને તેને હોસ્પિટલોમાં દાન આપ્યું.

કોઈમ્બતુર શહેરમાં ઓક્સિજનની માગ ESI હોસ્પિટલ દ્વારા પૂરી કરવામાં આવે છે

કોરોનાના આ સમયગાળા દરમિયાન કોઈમ્બતુર શહેરમાં ઓક્સિજનની માગ ESI હોસ્પિટલ દ્વારા પૂરી કરવામાં આવે છે. કોરોનાને ધ્યાનમાં રાખીને રાજેશ તેની પત્ની સાથે કોઈમ્બતુરમાં આર્ટુર કોર્પોરેશન ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ માટે ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશનું નેતૃત્વ કરે છે.

આ પણ વાંચો:કચ્છમાં ઓક્સિજનની અછત દૂર કરવા ફોકીઆએ 275 ઓક્સિજન કન્સન્ટ્રેટરનું કર્યું દાન

સરકાર માટે 200 લિટર ઓક્સિજનની વ્યવસ્થા કરી

તેણે 48 કલાકમાં લગભગ એક કરોડ રૂપિયા ઉભા કર્યા. એટલું જ નહીં તેમણે સરકાર માટે 200 લિટર ઓક્સિજનની વ્યવસ્થા કરી. આ ઉપરાંત ESI હોસ્પિટલ માટે ઓક્સિજન કોન્સેન્ટર્સ અને ક્ષમતાવાળા પલંગની પણ જોગવાઈ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:કોરોના વાઈરસની મહામારી વચ્ચે મુંબઈના હીરા બજારના ઝવેરીઓનું અનોખું દાન

શહેરમાં ઇમરજન્સી દવાઓની માગ છે

આ સંદર્ભે રાજેશે જણાવ્યું હતું કે, તે પણ કોઈમ્બતુરના મેટ્ટુપ્લાયયમ વિસ્તારનો છે અને તેણે અહીંની સરકારી મેડિકલ કોલેજમાંથી MBBS કર્યુ છે. તેમણે કહ્યું કે, તેઓ જાણે છે કે આ સમયે શહેરમાં ઇમરજન્સી દવાઓની માગ છે. તેણે તેની પત્ની સાથે ટ્રસ્ટ દ્વારા ભંડોળ ભેગુ કર્યું. ઉપરાંત, ઇમેઇલ, ફેસબુક, વ્હોટ્સએપ વગેરે દ્વારા અપીલ કરી પૈસા એકત્રિત કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details