ઉત્તર પ્રદેશ : 10 ઓક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશના બદાયૂંમાં SDM ન્યાયિક અદાલત દ્વારા રાજ્યપાલ આનંદીબેન પટેલના નામે નોટિસ પાઠવવામાં આવી હતી. ઉપરાંત આનંદીબેન પટેલને 18 ઓક્ટોબરના રોજ SDM કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની અવગણના થયા બાદ રાજ્યપાલ તરફથી ચેતવણી આપવામાં આવી છે. આ નોટિસ બાદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
Governor Anandiben Notice : જમીન વિવાદમાં રાજ્યપાલ આનંદીબેનને SDM કોર્ટમાં હાજર થવા સમન્સ - બદાયૂં SDM જ્યુડિશિયલ કોર્ટ
રાજ્યપાલ આનંદીબેન પટેલને બદાયૂં SDM જ્યુડિશિયલ કોર્ટ તરફથી નોટિસ મળ્યા બાદ હંગામો થયો છે. જમીન વિવાદમાં રાજ્યપાલ આનંદીબેનને SDM કોર્ટમાં હાજર થવા સમન્સ મળતા રાજ્યપાલના વિશેષ સચિવે SDM જ્યુડિશિયલ કોર્ટને ચેતવણી આપી છે. આ નોટિસ બાદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
Published : Oct 27, 2023, 3:41 PM IST
રાજ્યપાલને સમન્સ સમગ્ર મામલો સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારના લોડા બહેડી ગામનો છે. ગામના રહેવાસી ચંદ્રહાસે વિપક્ષી પક્ષકારના રુપે પીડબ્લ્યુડી અધિકારી લેખરાજ અને રાજ્ય આનંદીબેન પટેલને પક્ષકાર બનાવી સદર તાલુકાની SDM ન્યાયિક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. SDM જ્યુડિશિયલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી અનુસાર આરોપ છે કે ચંદ્રહાસની કાકી કટોરી દેવીની સંપત્તિ તેના એક સંબંધીએ તેના નામે રજિસ્ટર કરાવી છે. ત્યારબાદ તે જમીન લેખરાજના નામે વેચી દેવામાં આવી હતી.
શું હતો મામલો ? ચંદ્રહાસના જણાવ્યા અનુસાર થોડા દિવસો બાદ બદાયૂં બાયપાસ બહેડી પાસેની તે જમીનનો કેટલોક ભાગ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવ્યો હતો. તે મિલકત હસ્તગત કર્યા પછી લેખરાજને સરકાર તરફથી 12 લાખ રૂપિયાનું વળતર મળ્યું હતું. આ અંગે માહિતી મળ્યા બાદ કટોરી દેવીના ભત્રીજા ચંદ્રહાસે સદર તાલુકાની ન્યાયિક SDM કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર SDM જ્યુડિશિયલ કોર્ટે પીડબ્લ્યુડીના સંબંધિત અધિકારી લેખરાજ અને રાજ્યપાલ આનંદીબેન પટેલને કોર્ટમાં હાજર રહેવા અને તેમનો પક્ષ રજૂ કરવા માટે રેવન્યુ કોડની કલમ 144 હેઠળ નોટિસ જારી કરી છે. રાજ્યપાલ તરફથી નોટિસ મળ્યા બાદ તેમના વિશેષ સચિવે SDM જ્યુડિશિયલ કોર્ટને ચેતવણી આપી છે.