- કેરીના ચાહકોનો 'નૂરજહાં' માટેનો વિશેષ લગાવ
- એક ફળના 1200 રુપિયા સુધીનો ભાવ ધરાવતી કેરી
- ગુજરાતમાંથી કેરીના સ્વાદરસિયાઓએ કરાવ્યું એડવાન્સ બૂકિંગ
ઇન્દોરઃ અફઘાન મૂળની માનવામાં આવતી કેરીની પ્રજાતિ 'નૂરજહાં'નાં થોડાક ઝાડ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડા ક્ષેત્રમાં છે. આ વિસ્તાર ગુજરાતને અડીને છે. ઇન્દોરથી આશરે 250 કિમી દૂર કઠ્ઠીવાડાના કેરીના ઉત્પાદક શિવરાજસિંહ જાધવે જણાવ્યું હતું કે તેમનાા બગીચામાં નૂરજહાં કેરીના ત્રણ ઝાડમાં કુલ 250 ફળો લાગ્યાં છે અને તેનું બૂકિંગ થઈ ચૂક્યું છે. નૂરજહાં કેરીના એક ફળના 500થી 1000 રૂપિયા ભાવ અંદાજાયો છે.જાધવે કહ્યું કે અગાઉથી નૂરજહાં કેરી બૂક કરાવનારા લોકોમાં મધ્યપ્રદેશ તેમજ પડોશી ગુજરાતના કેરીપ્રેમીઓ શામેલ છે. જાધવે જણાવ્યું કે આ વખતે નૂરજહાં કેરીનાં ફળનું વજન બેથી સાડા ત્રણ કિલોગ્રામ જેટલું થઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ પોરબંદરમાં દિવ્યાંગ યુવાનને USA માં બનેલો આધુનિક હાથ ફિટ કરાયો
એક જ ફળ માટે 1,200 રૂપિયા સુધીની ઊંચી કિંમત
દરમિયાન કઠ્ઠીવાડામાં નૂરજહાંની બાગાયતીના નિષ્ણાત ઇશાક મન્સૂરીએ જણાવ્યું હતું. આ વખતે નૂરજહાંનો પાક સારો રહ્યો છે. પરંતુ કોવિડ -19 મહામારીના નીકળવાના કારણે કેરીના ધંધા પર થોડી અસર થઈ છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2020માં હવામાન પલટાની ખરાબ અસરોને લીધે નૂરજહાંનો મ્હોર ન આવ્યો જેના કારણે આ કેરીના ચાહકોને 'નૂરજહાં' વિશેષ સ્વાદથી વંચિત રહેવું પડ્યું હતું.મન્સૂરીએ કહ્યું કે વર્ષ 2019માં નૂરજહાંનાં ફળનું સરેરાશ વજન આશરે 2.75 કિલો જેટલું હતું. ત્યારબાદ ગ્રાહકોએ માત્ર એક જ ફળ માટે 1,200 રૂપિયા સુધીની ઊંચી કિંમત ચૂકવી હતી.
કેરી તો કેરી, ગોટલીનુંય વજન
બાગાયત નિષ્ણાતોએ જણાવ્યું હતું કે નૂરજહાં આંબાના ઝાડ સામાન્ય રીતે જાન્યુઆરી-ફેબ્રુઆરીથી ફળવા માંડે છે અને તેના ફળ જૂનના પ્રારંભમાં વેચવા માટે તૈયાર હોય છે. તેમણે કહ્યું કે નૂરજહાંના વજનદાર ફળ એક ફૂટ સુધી લાંબા અને તેની ગોટલીનું વજન 150થી 200 ગ્રામ હોય છે.
આ પણ વાંચોઃ 7 જૂને આવકવેરા વિભાગનું નવું પોર્ટલ લોન્ચ થશે, કરદાતાઓના કામકાજ થશે સરળ