ગુજરાત

gujarat

By

Published : Nov 10, 2021, 2:18 PM IST

ETV Bharat / bharat

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ બર્મિંગહામમાં લગ્નના બંધનમાં બંધાઈ

મલાલા માત્ર 15 વર્ષની હતી જ્યારે 2012માં તાલિબાનોએ તેને છોકરીઓના શિક્ષણ અને શાંતિ માટે અવાજ ઉઠાવવા બદલ માથામાં ગોળી મારી દીધી હતી. જેણે તાલિબાન હુમલા(Taliban attacks) સામે વિશ્વની સામે મહિલાઓનો અવાજ ઉઠાવ્યો. 2014માં મલાલાને 17 વર્ષની ઉંમરે નોબેલ શાંતિ પુરસ્કાર(Nobel Peace Prize winner)મળ્યો અને તે અત્યાર સુધી પુરસ્કાર મેળવનારી સૌથી નાની છોકરી બની.

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ બર્મિંગહામમાં લગ્નના બંધનમાં બંધાઈ ગઈ
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ બર્મિંગહામમાં લગ્નના બંધનમાં બંધાઈ ગઈ

  • મલાલા યુસુફઝાઈ બર્મિંગહામમાં લગ્નના બંધનમાં બંધાઈ
  • 2012માં તાલિબાનોએ મલાલાના માથામાં ગોળી મારી હતી
  • મલાલાએ માત્ર 17 વર્ષની ઉંમરે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો

બર્મિંગહામ: પાકિસ્તાનની નોબેલ શાંતિ પુરસ્કાર(Nobel Peace Prize winner) વિજેતા અને સામાજિક કાર્યકર્તા મલાલા યુસુફઝાઈએ અસેર મલિક સાથે લગ્ન કર્યા છે. મલાલા ટ્વીટમાં કર્યું કે, "આજનો દિવસ મારા જીવનનો અમૂલ્ય દિવસ છે. અસાર અને મેં લગ્ન કરવા અને જીવન-ભાગીદાર બનવાનું નક્કી કર્યું છે. અમે અમારા પરિવારો સાથે બર્મિંગહામમાં ઘરે એક નાનકડો નિકાહ સમારોહ કર્યો અને આગળની સફરમાં સાથે ચાલવા આતુર છીએ."

મલાલાએ ટ્વિટમાં તસ્વીરો શેર કરતા કહ્યું...

મલાલાએ(Malala Yousafzai) આ ટ્વિટ સાથે લગ્નની કેટલીક તસ્વીરો પણ શેર કરી છે. જેમાં તે સિમ્પલ જ્વેલરી સાથે પિંક કલરનો આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. તેનો પતિ અસેર મલિક સૂટ પહેરેલો જોવા મળે છે.

મલાલાએ સોશિયલ મીડિયા પર તેના પરિવાર સાથેની એક સુંદર તસવીર પણ શેર કરી છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી, તાલિબાને તેમની જૂની શાસન લાગુ કરી. જે બાદ મલાલાએ પણ અફઘાનિસ્તાનમાં તાલિબાનની બર્બરતા સામે અવાજ ઉઠાવ્યો હતો. મલાલાએ કહ્યું, તાલિબાનો, જેમણે 20 વર્ષ પહેલાં તમામ છોકરીઓ અને મહિલાઓને શાળાએ જતી અટકાવી દીધી હતી. જ્યારે તેઓ સુકાન સંભાળતા હતા અને તેમની આજ્ઞા ન માનનારાઓને સખત સજા કરી હતી.

મલાલા અત્યાર સુધી પુરસ્કાર મેળવનારી સૌથી નાની છોકરી

ઉલ્લેખનીય છે કે મલાલા માત્ર 15 વર્ષની હતી જ્યારે 2012માં તાલિબાનોએ છોકરીઓના શિક્ષણ અને શાંતિ માટે અવાજ ઉઠાવવા બદલ માથામાં ગોળી મારી દીધી હતી. જેણે તાલિબાન હુમલા સામે વિશ્વની સામે મહિલાઓનો અવાજ ઉઠાવ્યો. 2014માં, મલાલાને 17 વર્ષની ઉંમરે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો અને તે અત્યાર સુધી પુરસ્કાર મેળવનારી સૌથી નાની છોકરી બની.

આ પણ વાંચોઃ NOBEL PEACE PRIZE 2021: મારિયા રેસા અને ડિમિટ્રી મુરાટોવ નોબેલ પીસ પ્રાઇઝ 2021 જીત્યો

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન યોગીની મુલાકાત પહેલા મેરઠ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ABOUT THE AUTHOR

...view details