સુરત: આજે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ (Union Budget 2022) રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ડાયરેક્ટ બેનિફિટ તો આપવામાં આવ્યું નથી, પરંતુ રક્ષા ક્ષેત્રમાં જે 25 ટકા બજેટ રાખવામાં આવ્યું છે, તેમાં ટેકનિકલ ટેક્ષટાઈલ (budget for textile industry) પર મળેલી રાહત ઉદ્યોગપતિઓમાં આશા જોવા મળી રહી છે.
સુરત કાપડ ઉદ્યોગપતિઓ દ્વારા પ્રતિક્રિયા
ભારતના એકમાત્ર મોટા ટેક્સટાઇલ્સ હબ (Surat textile hub) તરીકે સુરત શહેર દેશભરમાં જાણીતું છે. અહીં ટેક્સટાઇલ્સ ઉદ્યોગ દ્વારા લાખો મજદૂર વર્ગના લોકો રોજગારી મેળવે છે. જો કે, નોટબંધી, GST લાગુ થયા બાદ અને કોરોનાના કારણે અહીંનો વેપાર થોડો મંદગતિએ થઈ ગયો હોવાનો સુર ઉદ્યોગ સાહસિકો આલાપી રહ્યા છે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું તેને લઇ ઉદ્યોગ સાથે સંકળાયેલા કાપડ ઉદ્યોગપતિઓ દ્વારા પ્રતિક્રિયા (Surat textile industrialist on budget) આપવામાં આવી હતી..
ઈન્સેન્ટિવ 25% આપવાની વાત
કાપડના વેપારી ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ ઉદ્યોગને બજેટમાં કશું મળ્યું નથી. અમે માગણી કરી હતી કે પ્યોર સિલ્કમાં જે કસ્ટમ ડ્યુટી છે, તે 15 ટકાથી 8 ટકા કરવામાં આવે. ઘણા યુનિટ બનારસ બેંગ્લોર સુરતમાં બંધ થઈ ચુક્યા છે, પરંતુ ચાર મહિના પહેલા નાણાપ્રધાન અને ટેકસટાઇલ મંત્રાલયે જે બે સ્કીમો આપી છે તેનાથી જે ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે. તેમાં જરૂરથી લાભ મળશે. રક્ષા ક્ષેત્ર માટે જે કાપડ તૈયાર થશે તેમાં ઈન્સેન્ટિવ 25% આપવાની વાત કરાઈ છે, જે નોટિફિકેશન આવ્યા પછી ખબર પડશે. તેમ છતાં કહી શકાય કે, આ બજેટને 10માંથી 7 માર્ક્સ અમે આપીએ છીએ. સાથે રાજ્યને એક લાખ કરોડ રૂપિયા વગર વ્યાજની લોન આપવાની વાત છે તેનાથી રોજગાર વધશે.
આ પણ વાંચો:Pm Modi on Budget 2022: લોક મૈત્રીપૂર્ણ અને આત્મનિર્ભર ભારતનું બજેટ, પીએમ મોદીએ કહ્યું