ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પટનામાં નીતિશ કુમાર કેબિનેટનું બીજીવાર વિસ્તરણ, 17 પ્રધાનોએ કર્યા શપથ ગ્રહણ - JDU

બિહારમાં નીતિશ મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, જેમાં 17 પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા. બિહારમાં નીતિશ કેબિનેટનું આજે બીજીવાર વિસ્તરણ થઈ રહ્યું છે. શપથ ગ્રહણ કરનારા પ્રધાનોમાં 8 પ્રધાન JDUના અને ભાજપના 9 પ્રધાનોનો સમાવેશ થાય છે.

પટનામાં આજે નીતિશ કુમારની કેબિનેટનું બીજી વાર વિસ્તરણ થશે, 17 પ્રધાન શપથ ગ્રહણ કરશે
પટનામાં આજે નીતિશ કુમારની કેબિનેટનું બીજી વાર વિસ્તરણ થશે, 17 પ્રધાન શપથ ગ્રહણ કરશે

By

Published : Feb 9, 2021, 3:32 PM IST

  • બિહારમાં નીતિશ સરકારના કેબિનેટ માટે 17 પ્રધાન શપથ લેશે
  • આજે નીતિશ કુમારની કેબિનેટનું બીજી વખત વિસ્તરણ કરાશે
  • જેડીયુએ જૂના અને નવા બંને ચહેરા પર વિશ્વાસ વ્યક્ત કર્યો

પટનાઃ નીતિશ કુમારની કેબિનેટનું આજે બીજી વખત વિસ્તરણ થયું છે. જેમાં 8 પ્રધાન JDUના અને 9 પ્રધાનો ભાજપના છે.

નીતિશ મિશ્રાનું નામ યાદીમાંથી ગાયબ

ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનોના નામ રાજભવનને સોંપી દીધા હતા. આ યાદીમાં કુલ 9 પ્રધાનોને શપથ ગ્રહણ કરવા જણાવાયું હતું. ભાજપ તરફથી શાહનવાઝ હુસૈન, સમ્રાટ ચૌધરી, પ્રમોદ કુમાર, સુભાષસિંહ, આલોક રંજન, નારાયણ પ્રસાદ, નીરજ કુમાર બબલૂ પ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા.

જેડીયુને જૂના ચહેરાઓ પર પણ વ્યક્ત કર્યો વિશ્વાસ

જેડીયુ તરફથી 8 પ્રધાન શપથ ગ્રહણ કર્યા હતા. પાર્ટીએ આ વખતે નવા ચહેરા પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શ્રવણ કુમાર, સંજય ઝા, લેસીસિંહ, સુનીલ કુમાર, મદન સાહની, જયંત રાજ, જામા ખાન અને સુમિતસિંહ શપથ ગ્રહણ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details