મુંબઈ: કેન્દ્રિય માર્ગ પરિવહન અને ધોરી માર્ગ પ્રધાન નીતિન ગડકરીએ (Nitin Gadkari on investment in infrastructure sector) કહ્યું હતું કે, મુંબઈમાં આજની (શુક્રવારે) કોન્ફરન્સ મને વર્ષ 1995માં હું જ્યારે રાજ્ય પ્રધાન હતો તે સમયની યાદ (Nitin Gadkari recalled memories ) અપાવે છે. જ્યારે મેં મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈ-વે (Reliance's tender for Mumbai-Pune Express Highway ) પર કામ કર્યું હતું. તે સમયે રિલાન્યસે આ હાઈ-વે માટે ટેન્ડર (Reliance's tender for Mumbai-Pune Express Highway) ભર્યો હતો, જે મેં કેન્સલ કરી દીધો હતો. ત્યારબાદ ધીરુભાઈ અંબાણી મારાથી ખૂબ જ દુઃખી હતા. તેમણે કહ્યું હતું કે, મારા મુખ્યપ્રધાન પણ નારાજ છે અને બાલાસાહેબ ઠાકરે પણ. તેમણે મને પૂછ્યું હતું કે, મેં આવું કેમ કર્યું? (Balasaheb asked Nitin Gadkari for Reliance Tender) તો મેં કહ્યું કે, અમે તે પ્રોજેક્ટ અને બાન્દ્રા-વરલી સી લિન્ક જેવા અન્ય પ્રોજેક્ટ્સ માટે જનતા પાસેથી ભંડોળ એકત્ર કરીશું. બધા મારી પર હસતા હતા.
આ પણ વાંચોઃકેન્દ્રીય પ્રધાને જ્ઞાનને સમૃદ્ધિમાં રૂપાંતરિત કરી દેશના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર પર મૂક્યો ભાર
દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વળતરનો આંતરિક દર ઘણો ઊંચોઃ ગડકરી
કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ રોકાણકારોની સમિટમાં રોકાણકારોને (Union Minister Nitin Gadkari at the Investors' Summit) ખાતરી આપી હતી કે, દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ (IRR-IRR)ના વળતરનો આંતરિક દર ઘણો ઊંચો છે અને તેમણે આ ક્ષેત્રમાં રોકાણ કરવું જોઈએ. તેની ચિંતા ન કરવી જોઈએ.