નવી દિલ્હીઃ રાજધાનની નિર્ભયા કાંડે આખા દેશને હચમચાવી મુક્યો હતો. 16 ડિસેમ્બર 2012ની આ ઘટના બાદ સરકાર બદલાઈ ગઈ, ન્યાય પ્રણાલિમાં બદલાવ આવ્યો. જો કે આ બધા પરિવર્તન નિષ્ફળ રહ્યા છે. દિલ્હીમાં રહેતી મહિલાઓ હજૂ પણ સુરક્ષિત નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટમાં પાટનગરમાં મહિલા વિરુદ્ધ ગુનાઓની સંખ્યા વધી હોય તેવું દર્શાવાયું છે.
મહિલા વિરુદ્ધ ગુનાઓમાં દિલ્હી ટોપ પરઃ 11 વર્ષ પહેલા 16મી ડિસેમ્બરે 6 લોકોએ એક છોકરી પર બળાત્કાર કરીને તેણીને ચાલતી બસમાંથી ફેંકી દીધી હતી. 29મી ડિસેમ્બરે સિંગાપોરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ થતા આખો દેશ ઉકળી ઉઠ્યો હતો. ઠેર ઠેર પ્રદર્શન કરીને લોકોએ નિર્ભયાને ન્યાય મળે તેવી માંગણી કરી હતી. આ મામલે સવા સાત વર્ષ સુધી ફાસ્ટ ટ્રેક કોર્ટ, દિલ્હી હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલેલી સુનાવણી બાદ 20 માર્ચ 2020ના રોજ આરોપીઓને ફાંસી આપવાનો ચુકાદો જાહેર થયો. આ ચુકાદાથી નિર્ભયાને ન્યાય મળ્યો. જો કે 19 મહા નગરોમાં થતા મહિલા વિરુદ્ધ ગુનાઓમાં દિલ્હી ટોપ પર છે.
2022માં ગુનાનું પ્રમાણ વધ્યુંઃ નેશનલ ક્રાઈમ રિકોર્ડ્સ બ્યૂરોના રિપોર્ટ અનુસાર દિલ્હીમાં વર્ષ 2021ની સરખામણીમાં 2022માં મહિલા પર થતા અત્યાચારોની સંખ્યા વધી છે. 19 મહાનગરોમાં આ ક્ષેત્રે દિલ્હી સતત 3 વર્ષથી ટોપ પર છે. 2021માં બળાત્કારના પ્રતિ દિવસ 2 ગુના નોંધાતા હતા જે 2022માં 3 થઈ ગયા. 2021માં કુલ 13,892 ગુના હતા જે 2022માં 14,158 થઈ ગયા.
કોઈ સુધારો ન થયોઃ વર્ષ 2022માં દિલ્હીમાં બળાત્કારના 1204 કેસ, 129 દહેજ હત્યા, 5 એસિડ એટેક અને 3,909 અપહરણના કેસ નોંધાયા હતા. મહિલાઓ વિરુદ્ધ થયેલા મોટા ગુનાઓની વાત કરવામાં આવે તો 31 ડિસેમ્બર 2022 કંઝાવાલામાં 1 યુવતીને કાર નીચે 12 કિલોમીટર ઢસડવામાં આવી. બીજો ગુનામાં શાહબાદ ડેરી વિસ્તારમાં માથા ફરેલ પ્રેમીએ સગીર પ્રેમિકાને ચાકુના ઘા મારીને રહેંસી નાંથી.
વેબસાઈટ પર ગુનાના આંકડા અપડેટેડ નથીઃ દિલ્હી પોલીસ અગાઉ પાટનગરમાં થતા ગુનાના આંકડાઓ પોતાની વેબસાઈટ પર દર મહિને કે દોઢ મહિને અપડેટ કરતી હતી. જો કે જુલાઈ 2022થી વેબસાઈટ પર કોઈ લેટેસ્ટ અપડેશન નથી. તેનાથી દર મહિને દિલ્હીમાં થતા ગુનાઓની તાજી જાણકારી મળતી નથી. નિર્ભયા કાંડ બાદ દિલ્હીમાં કાયદો વ્યવસ્થા અને મહિલા સુરક્ષાને લઈને અનેક સવાલો પેદા થયા હતા. જેના બાદ અનેક પરિવર્તનની મોટી મોટી વાતો થઈ હતી. જો કે આ બધામાંથી મોટાભાગના પરિવર્તન કે નિયમો લદાયા નથી.
દિલ્હી હજૂ પણ અનસેફઃ દિલ્હીમાં આજે અનેક માર્ગો એવા છે જ્યાં સ્ટ્રીટ લાઈટ્સનો પણ અભાવ છે. આવા વિસ્તારોમાં મહિલા વિરુદ્ધ થનારા ગુનાઓ થવાની સંભાવના વધુ રહે છે. જેમાં બસ સ્ટેન્ડ જેવી મહત્વની જગ્યાઓ સામેલ છે. દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાડવાની વાતો પણ થઈ હતી, જે આજેય બાકી છે. આ બાબતો પરથી ખ્યાલ આવે છે કે આટલા પરિવર્તન પછી પણ રાજધાનીમાં મહિલાઓ અસુરક્ષિત છે.
- દેશની નારી અશુરક્ષિત : હવે આ રાજ્યમાં બન્યો નિર્ભયા ગેંગરેપ જેવો કિસ્સો
- નિર્ભયા કેસના વકીલ સીમા કુશવાહાએ માનસિકતા, લિવ-ઇન અને એલજીબીટી કાયદાઓ પર કરી વાત