- મહારાષ્ટ્રમાં કોરોના સંકટ યથાવત
- પૂણેમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરાયો
- રાત્રિના 11 કલાકથી સવારના 6 કલાક સુધી રહેશે કરફ્યૂ
મહારાષ્ટ્ર : દેશમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થઇ રહ્યો છે, પરંતું મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે પૂણેમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું હતું. રાત્રિના 11 કલાકથી સવારના 6 કલાક સુધી પૂણે શહેરમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરાયો છે. આ અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ કમિશનર સૌરવ રાવ દ્વારા પત્રકાર પરિષદમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ સાથે કોરોના સંક્રમણથી બચવા માટેના ઉપાયો વિશે જાણકારી આપવામાં આવી હતી.