નવી દિલ્હીઃ લુધિયાણા કોર્ટ બ્લાસ્ટ કેસમાં(Ludhiana Court Blast Case) જસવિંદર સિંહ મુલતાનીની પૂછપરછ કરવા NIAની ટીમ જર્મની જશે. 28 ડિસેમ્બરના રોજ, જર્મનીમાં(Germany for Interrogation of Multani) પોલીસે પ્રતિબંધિત સંગઠન સિખ્સ ફોર જસ્ટિસ સાથે સંકળાયેલા આતંકવાદી જસવિંદર સિંહ મુલતાનીની ધરપકડ(Arrest of Jaswinder Singh Multani) કરી હતી, જસવિન્દર સિંહ લુધિયાણા કોર્ટ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ હોવાનું માનવામાં આવે છે.
મુલતાનીને તપાસ માટે ભારત લાવવાની તૈયારી
NIAના જણાવ્યા અનુસાર જસવિંદર સિંહ મુલતાનીને રાજદ્વારી માધ્યમથી ભારત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જસવિંદર સિંહ મુલતાની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત શીખ ફોર જસ્ટિસ સંગઠન(Sikh for Justice Organization) કે જેની સાથે મુલતાની સંકળાયેલા છે, તેને ભારતે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠન સોશિયલ મીડિયા દ્વારા પંજાબના યુવાનોને ખાલિસ્તાનના નામે છેતરે છે. થોડા દિવસો પહેલા શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહે એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો હતો કે જર્મન પોલીસે જસવિંદરની ધરપકડ કરી ન હતી. પરંતુ પૂછપરછ માટે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.એનઆઈએની પ્રસ્તાવિત મુલાકાતે ગુરપતવંત સિંહના દાવાઓને ઉજાગર કર્યા છે. NIA(National Investigation Agency) ની ટીમ ખાલિસ્તાન તરફી એવા આતંકવાદી સંગઠનો(Khalistan Terrorist Organization) અને દેશની બહાર કામ કરતા જૂથો પર નજર રાખી રહી છે, જેઓ પંજાબ અને દેશમાં અસ્થિરતા પેદા કરવા માંગે છે. મુલતાનીને તપાસ માટે ભારત લાવવાની તૈયારી ચાલી રહી છે.
પંજાબના લુધિયાણા જિલ્લા કોર્ટ સંકુલમાં બ્લાસ્ટ