નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) સોમવારે કથિત ગેંગસ્ટર્સના ડ્રગ-ટેરરિઝમ કેસના સંબંધમાં ત્રણ રાજ્યોમાં દરોડા પાડ્યા (NIA prepared a complete dossier) હતા.આ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, આમાંથી કેટલાક ગેંગસ્ટર પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યામાં સામેલ હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પંજાબ, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ગોલ્ડી બરાર અને જગ્ગુ ભગવાનપુરિયાના ઘરો સહિત અન્ય સ્થળોએ દરોડા પાડવામાં (NIA conducted these raids in many state) આવી રહ્યા છે અને તે બંને મૂસેવાલાની હત્યા કેસમાં પણ આરોપી છે.
NIA દ્વારા દેશના અનેક સ્થળોએ ગેંગસ્ટરના અડ્ડા પર પાડ્યા દરોડા - NIAએ સંપૂર્ણ ડોઝિયર તૈયાર કર્યું
NIAએ ગેંગસ્ટરો અને તેમની ગેંગ પર કાર્યવાહી માટે સંપૂર્ણ ડોઝિયર તૈયાર કર્યું છે. ટાર્ગેટ કિલિંગ સહિત અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ ગેંગસ્ટરો સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. NIAએ દિલ્હી NCR, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમ યુપીમાં આ દરોડા પાડ્યા છે. હાલમાં જ NIAએ નીરજ બવાના ગેંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સહિત 10 ગેંગસ્ટરો સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. NIA prepared a complete dossier, NIA conducted these raids in many state
23 લોકોની થઈ ધરપકડ NIA પંજાબમાંથી ડ્રગની દાણચોરીમાં પંજાબની એક ગેંગની કથિત સંડોવણી અને ત્યારબાદ આ નાણાંનો આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવાના કેસની તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, યમુનાનગર, મજીઠા રોડ, મુક્તસર, ગુરદાસપુર અને ગુરુગ્રામમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પંજાબ પોલીસ મૂસેવાલાની હત્યાના કેસની તપાસ કરી રહી છે અને આ કેસમાં અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મુસેવાલા મર્ડર કેસ મુસેવાલાની 29 મેના રોજ માણસામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે તેઓ તેમના મિત્ર અને સંબંધી સાથે જીપમાં જવાહરના ગામ જઈ રહ્યા હતા. આના એક દિવસ પહેલા પંજાબ પોલીસે તેમની સુરક્ષામાં અસ્થાયી રૂપે ઘટાડો કર્યો હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી બ્રારે આ હત્યાની (Musewala Murder Case) જવાબદારી સ્વીકારી હતી. અગાઉ, NIAએ દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા દળો સામે આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સ્થાનિક/પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ષડયંત્ર સાથે સંબંધિત કેસમાં આરોપ મૂક્યો હતો. આ કેસ 11 માર્ચે પુલવામા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ NIAએ 8 એપ્રિલે કેસ નોંધ્યો હતો.