ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NIA Raids in Kashmir: પુલવામા અને શોપિયાંમાં NIA અને CIKના દરોડા

NIA અને CIKએ જમ્મુ-કાશ્મીરના પુલવામા અને શોપિયાંમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદી ગતિવિધિઓ અને આતંકવાદી ફંડિંગના મામલાને લઈને કરવામાં આવી રહ્યા છે.

nia-and-cik-conducted-raids-at-various-locations-in-pulwama-district-jammu-kashmir
nia-and-cik-conducted-raids-at-various-locations-in-pulwama-district-jammu-kashmir

By

Published : Aug 1, 2023, 12:49 PM IST

શ્રીનગર: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને CIK (Counter intelligence of Kashmir) એ પુલવામા અને શોપિયાં જિલ્લામાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા ( PULWAMA DISTRICT JAMMU KASHMIR) છે. આ દરોડા આતંકવાદી ગતિવિધિઓ અને આતંકવાદી ફંડિંગના મામલાને લઈને કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) પુલવામા જિલ્લાના રહેમો વિસ્તારમાં મોહમ્મદ અશરફના ઘર પર દરોડા પાડ્યા છે. આ દરમિયાન એનઆઈએ અને સીઆઈકેના (Counter intelligence of Kashmir) અધિકારીઓએ દસ્તાવેજોની તપાસ કરી અને મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક સામાનની તપાસ કરવામાં આવી.

ત્રણ અલગ-અલગ જગ્યાએ દરોડા:બીજી તરફ સીઆઈકે (Counter intelligence of Kashmir) દ્વારા દરબગામ, કરીમાબાદ, આંગંદ સહિત જિલ્લાના ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ દરબાગામ વિસ્તારમાં હિલાલ અહેમદ ડારના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે, જ્યારે કરીમાબાદ વિસ્તારમાં વસીમ ફરોઝ અને ઇનાયતુલ્લાના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં જરૂરી દસ્તાવેજો અને અન્ય વસ્તુઓની ચકાસણી કરવામાં આવી રહી છે.

પોલીસ અને સીઆરપીએફની મદદથી દરોડા:તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની મદદથી દરોડા પાડવામાં આવ્યા છે, જે આજે સવારે શરૂ થયા હતા. જો કે કોની ધરપકડ કરવામાં આવી છે તે અંગે કોઈ માહિતી નથી. ખરેખર, NIA અને CIKના (Counter intelligence of Kashmir) અધિકારીઓને આતંકવાદી ગતિવિધિઓ અને ટેરર ​​ફંડિંગની માહિતી મળી હતી, જેના પછી અધિકારીઓએ દરોડા પાડ્યા (Counter intelligence of Kashmir) હતા. આ દરોડા આતંકવાદી ગતિવિધિઓ અને આતંકવાદી ફંડિંગના મામલાને લઈને કરવામાં આવી રહ્યા છે.

  1. Ghajwa-E-Hind Case: NIAની ટીમે વાપીમાં એક વ્યક્તિની કરી અટકાયત, આતંકી સંગઠન સાથે સંપર્કમાં હોવાની શંકા
  2. Ahmedabad Crime News : લૂંટનું નાટક કરી દિલ્હી પહોંચવા માગતો નકલી NIA અધિકારી ઝડપાયો

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details