નવી દિલ્હી: રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (National Human Rights Commission) એ શુક્રવારે એક નોટીસ મહારાષ્ટ્ર રાજ્ય સરકારને ફટકારી છે. મહારાષ્ટ્રના નાગરપુરમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને (Thalassemia Child) દુષિત લોહી ચડાવી દેવાતા એમનો HIV રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. આ વિષય પર રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે સરકારને નોટીસ (Notice To Maharashtra Govt.) ફટકારી છે. આ કેસમાં લોહી ચડાવ્યા બાદ એક બાળકનું મોત નીપજ્યું છે.
આ પણ વાંચો:માફ કરે તે મહાન : ધોળા દિવસે પિતા-પુત્ર પર ફાયરીંગ, પરિવારે કર્યો ગામ પર આક્ષેપ
છ અઠવાડિયામાં રીપોર્ટ આપો: આ મામલો સામે આવતા મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. યુદ્ધના ધોરણે સચિવ અને જે તે અધિકારીઓએ તપાસના આદેશ આપી દીધા હતા. જોકે, મામલો રાષ્ટ્રીય માનવાધિકાર સુધી પહોંચતા મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચીવને નોટીસ ફટકારાઈ છે. જેમાં સ્પષ્ટતા કરાઈ છે કે, આ કેસમાં છ અઠવાડિયામાં વિસ્તૃત રીપોર્ટ જમા કરાવવામાં આવે. ચાર બાળકો જે ઈન્ફેક્ટેડ થયા છે એમની ચીવટપૂર્વક સારવાર ચાલું છે. જે માટે ન્યુક્લિક એસિડ ટેસ્ટને ટ્રાંસફ્યૂઝ કરવાનો હતો. પણ સવિધાના અભાવે એ થઈ શક્યું નથી.
આ પણ વાંચો:રથયાત્રા પહેલા અમદાવાદમાંથી હથિયાર સાથે ઝડપાયા 3 શખ્સ, ક્યાં કરવાના હતાં ઉપયોગ
પ્રાથમિક તપાસ શરૂ:આ મામલે ખાદ્ય તથા ઔષધી વિભાગના સચીવને પણ નોટીસ ફટકારાઈ છે. મામલાની ગંભીરતાને ધ્યાને લઈને આ કેસમાં પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે એક ચોક્કસ રીપોર્ટ તૈયાર કરીને છ અઠવાડિયામાં સ્પષ્ટતા કરવાનો આદેશ છે. રીપોર્ટ જે તે વ્યક્તિ જવાબદાર હશે એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. તપાસ બાદ આ પગલું ભરવામાં આવે એવી આશા વ્યક્ત કરાઈ છે. રીપોર્ટમાં એવી પણ ચોખવટ કરવી પડશે કે, આ કેસમાં કોઈ આર્થિક વળતર અથવા મૃતકના પરિવારજનોને આપવામં આવેલા આર્થિક વળતર તથા ચૂકવણા અંગે રાજ્ય સરકારે કોઈ પગલાં લીધા છે કે નહીં.