- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 બેરોજગાર શિક્ષકો આજે પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીના ઘરનો ઘેરાવો કરશે
B.Ed અને TET પાસ યુનિયનના સભ્યો, જેઓ છેલ્લા 10 મહિનાથી સંગરૂરમાં અનિશ્ચિત વિરોધ પર હતા, તેઓ આજે મોરિંડામાં મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીના ઘરનો ઘેરાવો કરશે
2આજથી વિદેશ પ્રધાન તરીકે ઇઝરાયલની પ્રથમ મુલાકાતમાં જયશંકર વ્યૂહાત્મક સંબંધો વિશે વાત કરશે
વિદેશ પ્રધાન એસ.જયશંકર આજથી ઇઝરાયલની સત્તાવાર મુલાકાતે જશે, જે દરમિયાન તેઓ બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમના ઇઝરાયલી સમકક્ષ યાયર લેપિડ સાથે વાતચીત કરશે. વિદેશ પ્રધાન તરીકે જયશંકરની આ ઈઝરાયલ દેશની પ્રથમ મુલાકાત હશે.
3 કેરળમાં આજે સબરીમાલા મંદિરના પુજારીની પસંદગી થશે
આજે મલયાલમ મહિનાના પ્રથમ દિવસે સબરીમાલા અને મલિકાપુરમ મંદિરોના નવા મુખ્ય પુજારીની પસંદગી કરાશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
1 મનસુખ માંડવિયાએ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો ફોટો શેર કરતા દિકરીના ગુસ્સાનો બન્યા ભોગ
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હાલમાં દિલ્હી AIIMSમાં ડેન્ગ્યૂની સારવાર લઈ રહ્યા છે. ત્યારે તેમની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ તેમનો સારવાર મેળવી રહેલો એક ફોટો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. જોકે, આ મામલે મનમોહન સિંહના પુત્રીના રોષનો ભોગ બનતા તેમણે ટ્વિટ ડિલીટ કરવી પડી હતી. click here
2 રાજ્ય સરકારનો નિયમ : પતિ પત્ની સરકારી નોકરી કરતા હશે તો એક જિલ્લામાં કરી શકશે નોકરી
રાજ્ય સરકારના પહેલા પાંચ વર્ષ સુધી એક જ જગ્યાએ એટલે કે એક જ જિલ્લામાં ફરજિયાત પણે પોતાની ફરજ નિભાવવાનો નિયમ હતો. ગઈકાલે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા રાજ્ય સેવા પંચાયત સેવા કે રાજ્યના જાહેર સાહસોમાં નોકરી કરતા દંપતીને શક્ય હોય તેવા કેસમાં એક જ સ્થળે અથવા તો નજીકના સ્થળે નોકરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. click here
3 ગીર સાસણ સફારી પાર્કનો પ્રારંભ, પ્રવાસીઓએ કર્યા પ્રથમ દિવસે સિંહ દર્શન
ચાર મહિના કરતા વધુ સમયથી બંધ રહેલું ગીરનું સફારી પાર્ક ગઈકાલથી ફરી એક વખત તમામ પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું હતું. તમામ 180 ઓનલાઇન પરમીટ એડવાન્સ બુકિંગ થઈ ગઈ હતી. તે બતાવી આપે છે કે ગીરમાં મુક્ત મને વિહરતા સિંહોને જોવા માટે પ્રવાસીઓ કેટલા આતુર હોય છે. ગઈકાલે પ્રથમ દિવસે પ્રવાસીઓએ સાસણ સફારીની સફર કરી હતી અને સિંહ દર્શન કરીને જીવનનો એક અવિસ્મરણીય અનુભવ કર્યો હતો, જેને પ્રવાસીઓએ Etv Bharat સમક્ષ વ્યક્ત પણ કર્યો હતો. click here
રાજકારણમાં મોરાલિટી ખૂબ ડાઉન થઈ ગઈ છે : પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતા
ભારતીય જનસંઘ વખતના પાયાના કાર્યકર્તા અને જેઓ કચ્છની માંડવી બેઠક પરથી 5 વખત ધારાસભ્યપદે ચૂંટાયા તેમ જ અંદાજિત એક વર્ષ માટે ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા એવા સુરેશ મહેતા (Former CM Suresh Mehta) સાથે આજે ETV Bharatએ રૂ-બ-રૂ વાતચીત કરી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાએ (Former CM Suresh Mehta) ETV Bharatના બ્યૂરો ચીફ ભરત પંચાલ સાથે મોકળાશથી વાત કરીને બોલ્ડ જવાબો આપ્યા છે. તો આવો જોઈએ આ એક્સક્લૂઝિવ મુલાકાત click here
અમુક ફેટી એસિડ્સના વપરાશમાં ફેરફાર માથાના દુખાવો 'Migraine' ની તીવ્રતા ઘટાડી શકે છે
મોટાભાગના કેસોમાં ખોરાક આપણા સારા અને ખરાબ સ્વાસ્થ્ય માટે જવાબદાર છે, પછી ભલે સમસ્યા ઓછી હોય કે વધુ. પરંતુ કેટલીકવાર અમુક પ્રકારના આહારને અંકુશમાં રાખીને કેટલીક સમસ્યાઓ આંશિક અથવા સંપૂર્ણપણેે મુક્ત થઈ શકાય છે. તાજેતરમાં શરીર પર ફેટી એસિડ્સની ( Polyunsaturated fatty acids ) અસર પર એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે 16 અઠવાડિયાના સમયગાળા દરમિયાન દર્દીઓમાં ફેટી એસિડ્સના ( Fatty Acids ) અમુક વર્ગોના આધારે આહારમાં ફેરફાર આધાશીશી અને માથાનો દુખાવો ( Migraine ) ઘટાડી શકે છે. click here
મહિલા હાથમાં સાપ લઇ ફૂંફાડો મારી ઊઠીઃ કારણ હતું Vaccination જાણો અજમેરમાં શું થયું?
કોરોના રસીકરણ વિશે ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ ભય છે. એવો એક કેસ અજમેરના નાગેલાવમાં જોવા મળ્યો હતો. રસીકરણ ટીમ કાલબેલિયા સમાજના વસવાટના સ્થળે પહોંચી હતી. તેમને જોઇને એક મહિલા હાથમાં સાપ લઇને સામી પડી હતી. મહિલા રસીકરણ કરાવવાનો વિરોધ કરી રહી હતી. તેણે તબીબી ટીમને ધમકાવી કે જો તેઓ રસી લગાવશે તો તે સાપ કરડાવશે. આ કારણે તબીબી ટીમ ગભરાઈ ગઇ પરંતુ હિંમત હારી નહી. તેમણે મહિલાને સમજાવવાના ભારે પ્રયાસો કર્યાં અને તેને રસી લગાવી. આ પછી ત્યાં વસેલાં સૌનું Vaccination કરવામાં આવ્યું હતું.
મહિલા હાથમાં સાપ લઇ ફૂંફાડો મારી ઊઠીઃ કારણ હતું Vaccination જાણો અજમેરમાં શું થયું?