ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે રાજ્ય સરકાર ઉજવશે રોજગારી દિન, મહિલા હોકી ટીમ અને બજરંગ પુનિયા ઓલિમ્પિક્સમાં જોવા મળશે. વાંચો, ETV Bharatના ટોપ ન્યૂઝ... - GUJCET Exam

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY

By

Published : Aug 6, 2021, 7:01 AM IST

આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1.ટોક્યો ઓલિમ્પિક્સ 2020 દિવસ 15 : મહિલા હોકી ટીમ અને કુસ્તીમાં બજરંગ પુનિયા પાસે મેડલની આશા

ટોક્યો ઓલિમ્પિક્સ 2020 ના 15મા દિવસે મહિલા હોકી ટીમ કાંસ્ય ચંદ્રક માટે બ્રીટન સામે રમશે. તો સાથે જ કુસ્તીમાં બજરંગ પુનિયા પાસેથી પણ મેડલની આશા રહેશે. અત્યાર સુધીમાં પુરુષ હોકી ટીમ અને રવિ દહિયાએ ભારતના ખાતામાં વધુ બે મેડલ મૂક્યા છે. મીરાબાઈ ચાનુ, પીવી સિંધુ અને લવલીના મેડલ સાથે ભારતે અત્યાર સુધી ઓલિમ્પિક્સમાં 5 મેડલ જીત્યા છે.

2. રાજ્યમાં 34 સેન્ટરો પરથી 1,17,316 વિદ્યાર્થીઓ GUJCET ની પરીક્ષા આપશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યમાં GUJCET પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના 34 સેન્ટરમાંથી કુલ 1,17,316 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે સમગ્ર પરીક્ષામાં કુલ 574 જેટલી બિલ્ડિંગમાં આયોજન કરવામાં આવ્યું છે.

3. રાજ્યમાં 5 વર્ષની ઉજવણી નિમિતે રોજગાર દિનની થશે ઉજવણી

રાજ્ય સરકારમાં મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલને પાંચ વર્ષ પૂર્ણ થતા નવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે રોજગારી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. જેમાં સુરત ખાતે 50 હજાર જેટલા યુવાનોને શિક્ષણ સહાયક નજર તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂકો હેઠળ નિમણૂક પત્ર પણ આપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાએ રોજગાર દિનની ઉજવણી કરવામાં આવશે.

ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1. નરેન્દ્ર મોદીએ દરેક યુવાનના ફોનમાં પેગાસસનો આઇડિયા નાંખ્યો: રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો

રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યો હતો કે, નરેન્દ્ર મોદીએ ભારતના દરેક યુવાનના ફોનમાં પેગાસસનો વિચાર નાંખ્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પેગાસસ સત્યને દબાવવાનો અને દેશનો અવાજ કચડી નાંખવાનો એક પ્રયત્ન છે.

2. મહિલા હોકી ટીમની હાર પર વંદના કટારિયાના ગામમાં ફુટ્યા ફટાકડા, 3 યુવકોની ધરપકડ

ટોક્યો ઓલિમ્પિકની સેમીફાઇનલમાં મહિલા હોકી ટીમની હાર બાદ પોલીસે હોકી ખેલાડી વંદના કટારિયાના ગામમાં ફટાકડા ફોડવાના આરોપ પર કાર્યવાહી કરી હતી. પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી હતી. સિડકુલ પોલીસ સ્ટેશનમાં શાંતિ ભંગ બદલ અને SC-ST એક્ટની કલમો હેઠળ આરોપી સહિત ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

3.વડોદરાના સયાજી હોસ્પિટલના નિવાસી તબીબો ઉતર્યા અચોક્કસ મુદ્દતની હડતાળ પર

વડોદરા જિલ્લામાં સાતમા પગારપંચ મુજબ વેતન આપવાની માગ સાથે બરોડા મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન (Junior Doctors Association) દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. ડૉક્ટરો હડતાળ ઉપર ઉતરી જતાં હડતાળ (Strike) ની અસર દર્દીઓની સારવાર ઉપર ન પડે તે માટે મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોની રજા રદ્દ કરી દેવામાં આવી હતી.

4. ધર્મસત્તા સ્થાપવા 2022ની ચૂંટણી પહેલા ગુજરાતમાં સંત સંમેલન

સંતો પણ ધર્મસત્તા બનાવી રાજસત્તાની જેમ ખભે ખભો મિલાવવા માગે છે. ગુજરાતમાં 2022 ની ચૂંટણીના ભણકારા સંભળાઈ રહ્યા છે, ત્યારે ગાંધીનગરમાં રાષ્ટ્રીય વંદના મંચના નેજા હેઠળ ગુરૂવંદના મંચની સ્થાપના કરવામાં આવી હતી. જેવી રીતે રાજ સત્તા અસ્તિત્વમાં આવી છે, તેવી જ રીતે ધર્મ સત્તા સ્થાપવા માટે સંત સંમેલન સમારોહ યોજવામાં આવ્યો હતો.

5. સરકારના 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે 5 ઓગસ્ટે કિસાન સન્માન દિનની ઉજવણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને રાજ્યભરમાં કિસાન સન્માન દિવસના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભુજમાં કિસાન સન્માન દિવસનો રાજ્યકક્ષાનો સન્માનરૂપે કૃષિલક્ષી યોજનાઓની સહાય અને સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Exclusive: અમદાવાદનાં ખમાસામાં આવેલી 150 વર્ષ જૂની સ્કૂલનું કરાશે રિ-ડેવલપમેન્ટ

ગુજરાત રાજ્યમાં 2001માં આવેલા ભૂકંપ બાદ હેરિટેજ સ્કૂલને ખૂબ જ નુકસાન થતાં ત્યાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીનીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા પરંતુ એક સદીથી પણ વધુ જૂની આ હેરિટેજ સ્કૂલ છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી ધૂળ ખાઈ રહી હતી. જોકે ગુજરાત ચેમ્બર ફાઉન્ડેશન અને LXS ફાઉન્ડેશન દ્વારા ફરી સ્કૂલની કાયાપલટ કરવામાં આવી રહી છે.

Sukhibhav: Prostate Cancer ના દર્દીઓ માટે મહત્ત્વનું તારણ, મોટાપો વધારી શકે છે વધુ જીવિત રહેવાની સંભાવના

એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે પ્રોસ્ટેટ કેન્સરના ( Prostate Cancer ) દર્દીઓ કે જેઓ વધારે વજન ધરાવતા હોય છે તેઓ સામાન્ય વજનના દર્દીઓ કરતાં લાંબા સમય સુધી જીવે છે. આ સંશોધનમાં ત્રણ વર્ષથી 1500થી વધુ દર્દીઓનો અભ્યાસ કરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details