ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...
NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર...

By

Published : Jul 12, 2021, 7:38 AM IST

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે

ભગવાન જગન્નાથની રથયાત્રા

આજે અષાઢી બીજના દિવસે 144મી રથયાત્રા નીકળવાની છે. કોરોનાની ગાઇડલાઇન સાથે આ રથયાત્રા દરવર્ષ કરતા અલગ જોવા મળશે. આ રથયાત્રામાં ગજરાજ અને ભજનમંડળીઓ સામેલ થવાની નથી. ભક્તો ઘરે રહીને ભગવાન જગન્નાથના દર્શન કરશે. અમદાવાદમાં તમામ રૂટ પર કરફ્યૂ લાદવામાં આવ્યું છે.

આજે ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ખૂલશે

ગાંધીનગર અક્ષરધામ

કોરોનાના સમયમાં બધા મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા. ત્યારે કોરોનાના કેસ ઓછા થતા મંદિરોને ધીમે-ધીમે ખોલવાની પરમીશન આપવામાં આવી છે. આજે ગાંધીનગરનું અક્ષરધામ મંદિર ખુલશે. વોટર શોથી લઇ તમામ ધાર્મિત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થશે.

આજે ગૃહપ્રધાન અમિત શાહ શારદામણી સામુદાયિક કેન્દ્રનું કરશે ઉદ્ધાટન

ગૃહપ્રધાન અમિત શાહ

આજે ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સ્વામિનારાયણ મંદિર અડાલજ દ્વારા નવનિર્મિત શારદામણી સામુદાયિક કેન્દ્રનું ઉદ્ધાટન કરવામાં આવશે.

આજે અમિત શાહ ગાંધીનગર સિવિલ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરશે

સિવિલ ઓક્સિજન પ્લાન્ટ

આજે 12 જુલાઇએ અમિત શાહ ગાંધીનગર આવશે. અમિત શાહ બપોરે 12.30 વાગે ગાંધીનગર સિવિલ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ બપોરે 2.30 વાગે ડ્રગ્સ પરીક્ષણ લેબનું લોકાર્પણ કરશે. તે ઉપરાંત 4 વાગે રાજભવનની મુલાકાત લેશે, 5 વાગે અડાલજ શારદામણી કોમ્યુનિટી સેન્ટરનું લોકાર્પણ કરશે.

આજે મનસુખ માંડવીયા 2 હજાર લીટર ઓક્સિજન ટેન્કનું કરશે લોકાર્પણ

મનસુખ માંડવીયા

આજે ભાવનગર સર ટી હોસ્પિટલમાં વર્ચ્યુઅલ રીતે વધુ 2 હજાર લીટર ઓક્સિજન ટેન્ક મળતા મનસુખ માંડવીયા લોકાર્પણ કરશે. કોરોનાના કેસ ઓછા થતા ગયા છે. પરંતું ત્રીજી લહેરને લઇને ઓક્સિજન સાથે હોસ્પિટલમાં પણ બેડની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આજે અષાઢી બીજના પર્વની કરાશે ઉજવણી

ગિરનાર પર્વત પર આવેલું રામદેવપીર મંદિર

આજે અષાઢી બીજના પર્વની ઉજવણી કરવામાં આવશે. ત્યારે બીજના દિવસે રામદેવપીર ભગવાનની પૂજા અને દર્શનનું પણ ખુબ મહત્વ જોવા મળે છે. આ દિવસે ગિરનાર પર્વત પર આવેલા રામદેવપીર મંદિરે ભાવિ ભક્તો અષાઢી બીજના દર્શન કરીને રામદેવપીરના આશીર્વાદ પ્રાપ્ત કરશે. રામદેવપીરમાં ખારવા અને મહેર સમાજ ખૂબ જ આસ્થા ધરાવે છે. જેને લઇને અષાઢી બીજના દિવસે રામદેવપીરના દર્શન અને તેના આશીર્વાદ મેળવવાનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે.

આજથી દિલ્હી આંબેડકર યુનિવર્સિટીમાં એડમિશન શરૂ

દિલ્હી આંબેડકર યુનિવર્સિટી

આજથી દિલ્હીની આંબેડકર યુનિવર્સિટીમાં એડમિશન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ સત્રથી 6 નવા કોર્સનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. 85 ટકા બેઠકો દિલ્હીના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવી છે.

આજે રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેય હિમાચલ પ્રદેશ રાજભવનથી થશે રવાના

રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેય

રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય આજે સોમવાર 12 જુલાઈએ હિમાચલ પ્રદેશના રાજભવનથી રવાના થશે. હિમાચલ પ્રદેશના નવનિયુક્ત રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર તે જ દિવસે શિમલા પહોંચશે.

આજે મધ્યપ્રદેશમાં આરએસએસની મહાબેઠક યોજાશે

આરએસએસની મહાબેઠક

આજે 12 જુલાઈએ બધા 45 પ્રાંતના પ્રાંત પ્રચારકો અને સહ-પ્રાંત-પ્રચારકો ઓનલાઇનના માધ્યમથી બેઠકમાં જોડાશે. જ્યારે બીજા દિવસે 13 જુલાઇએ વિવિધ સંસ્થાઓના અખિલ ભારતીય સંગઠન પ્રધાનો પણ ઓનલાઇનના માધ્યમથી જોડાશે. સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં મૂળભૂત રીતે સંગઠનની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે. આમાંના મોટાભાગના મુદ્દાઓ સંસ્થા સાથે જ સંબંધિત હશે. આ સાથે, સ્વયંસેવકો દ્વારા કોરોનાકાળમાં વાયરસ સંક્રમણથી પીડિત લોકોની સહાયતા હેતુ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલા દેશવ્યાપી સેવા કાર્યોની પણ સમીક્ષા કરવામાં આવશે.

આજે મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાનની ઘોષણાનો કરાશે વિરોધ

મધ્યપ્રદેશની શાળાઓ

આજે મુખ્યપ્રધાનની ઘોષણાનો વિરોધ કરવામાં આવશે. મધ્યપ્રદેશની 20 હજાર શાળાઓમાં 12 જુલાઇથી અનિશ્ચિત તાળાબંધીની ચેતવણી, ઓનલાઇન વર્ગો પણ બંધ રહેશે. સોમવારથી યુનિટ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મૂકાયા છે.

ABOUT THE AUTHOR

...view details