- મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે ડાયમંડ બુર્સની મુલાકાત લેશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે બપોરે 2:00 વાગ્યે ખજોદ સ્થિત ડાયમંડ બુર્સની મુલાકાત લેશે. ત્યારબાદ 2.45 વાગ્યે સંજીવકુમાર ઓડીટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમ બાદ નવનિર્મિત પાલ-ઉમરા બ્રિજનું લોકાર્પણ કરશે. સાંજે 4:00 વાગ્યે વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં પૂર્વ કેબિનેટ પ્રધાન નરોત્તમભાઈ પટેલ લિખિત પુસ્તક 'અંતરના ઝરૂખેથી'નું વિમોચન કરશે.
- જગન્નાથ રથયાત્રા નિમિત્તેસંધ્યા આરતી
જગન્નાથ મંદિર રથયાત્રા નિમિત્તે સાંજે 6.30 વાગ્યે સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી CM નીતિન પટેલ સંધ્યા આરતી કરશે.
- જમ્મુ તાવીથી કાથગોદામ ફરી ગરીબ રથ એક્સપ્રેસનું સંચાલન શરૂ
કોરોના સમયગાળા દરમિયાન લગભગ દોઢ વર્ષ બાદ ફરી ગરીબ રથ એક્સપ્રેસનું સંચાલન શરૂ થવા જઈ રહ્યુ છે. ગરીબ રથ 11 જુલાઈને રવિવારે બપોરે 11:20 કલાકે જમ્મુ તાવીથી નીકળશે અને 12 જુલાઈના રોજ બપોરે 1: 35 વાગ્યે કાથગોદામ પહોંચશે.
- યોગી સરકાર દ્વારા વિશ્વ વસ્તી દિવસ પર નવી નીતિ લાગું
યોગી સરકાર 11 મી જુલાઇ એટલે કે, વિશ્વ વસ્તી દિવસ પર નવી વસ્તી નીતિ નક્કી કરશે. યુપી રાજ્ય કાયદા પંચે એક વસ્તી નીતિનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેમાં બે બાળકો અને તેથી વધુ બાળકો માટેના ગુણદોષ નક્કી કરવામાં આવ્યા છે. ડ્રાફ્ટ પ્રમાણે, જો બે કરતા વધારે બાળકો હોય અને સરકારી નોકરી નહીં મળે તો ચૂંટણી લડવાની પર પ્રતિબંધ રહેશે.
- મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ઉજ્જૈનની મુલાકાતે
મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ 11 જુલાઈએ ઉજ્જૈનની મુલાકાતે આવશે. નિર્ધારિત સમયપત્રક મુજબ શિવરાજસિંહ ચૌહાણ ભોપાલથી 10.30 વાગ્યે હેલિકોપ્ટર મારફતે રવાના થશે અને 11.20 વાગ્યે ઉજ્જૈન પહોંચશે. અહીંના સ્થાનિક કાર્યક્રમોમાં ભાગ લઈને અને શિવરાજસિંહ ચૌહાણ બપોરે 2.20 વાગ્યે દ્વારા ઈંદોર જવા રવાના થશે.
- જેપી નડ્ડાની દહેરાદૂન મુલાકાતનો આજે અંતિમ દિવસ