- મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને આજે ગણવેશ વિતરણ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને આજે ગણવેશ વિતરણ
આજ રોજ આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને ગણવેશ વિતરણ કરાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી વર્ચ્યુઅલી ગાંધીનગરથી જોડાશે.
- નવી દિલ્હી-અમદાવાદ, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટ્રેન આજથી દરરોજ દોડશે
નવી દિલ્હી-અમદાવાદ, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટ્રેન આજથી દરરોજ દોડશે
નવી દિલ્હી-અમદાવાદ, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ-ભાવનગર રૂટની ટ્રેન આજથી દરરોજ દોડશે.
- નવજોતસિંહ સિદ્ધુ આજે રાહુલ-પ્રિયંકાને મળશે
નવજોતસિંહ સિદ્ધુ આજે રાહુલ-પ્રિયંકાને મળશે
પંજાબના રાજકારણમાં હંગામો થશે. સિદ્ધુ આજ રોજ રાહુલ-પ્રિયંકાને મળશે.
- પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને કોંગ્રેસ દેશભરમાં આજે વિરોધ પ્રદર્શન કરશે
કોંગ્રેસ દેશભરમાં આજે વિરોધ પ્રદર્શન કરશે
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઇને આજે મંગળવારે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસ પાર્ટી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થયેલા વધારાને લઈને મોદી સરકાર પર સતત પ્રહાર કરી રહી છે. ઘણા રાજ્યોમાં કોંગ્રેસના કાર્યકરો વધેલા ભાવનો વિરોધ કરી રહ્યા છે.
- ઝારખંડના CM હેમંત સોરેન પ્રધાનમંડળની બેઠક આજે પ્રોજેક્ટ ભવન ખાતે યોજાશે
હેમંત સોરેન પ્રધાનમંડળની બેઠક
હેમંત સોરેન પ્રધાનમંડળની બેઠક બપોરે 4:00 કલાકે પ્રોજેક્ટ ભવન ખાતે યોજાશે. ઘણા મોટા એજન્ડા પર મહોર લાગી જશે.
- મની લોન્ડરિંગ કેસ: પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ આજે ઇડી સમક્ષ હાજર થઈ શકે છે
પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ આજે ઇડી સમક્ષ હાજર થઈ શકે છે
ઇડીએ પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને સમન્સ પાઠવ્યું છે અને આજે મંગળવારે ઓફિસમાં બોલાવ્યા છે. આ અગાઉ ઇડીએ અનિલ દેશમુખને શનિવારે હાજર થવા જણાવ્યું હતું, પરંતુ તેમણે અધિકારીઓ સમક્ષ હાજર થવાની અસમર્થતા વ્યક્ત કરી હતી.
- દિલ્હી હાઈકોર્ટમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર મુદ્દે આજે સુનાવણી થઈ શકે છે
કોરોના દર્દીઓના મૃતદેહ સળગાવવાની આજે સુનાવણી
ગ્રીન સ્મશાનગૃહમાં કોરોના દર્દીઓના મૃતદેહના અંતિમ સંસ્કારની માગણી માટે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. જેના પર આજે દિલ્હી હાઈકોર્ટ સુનાવણી કરી શકે છે. સરકારે કોરોના દર્દીઓના મૃતદેહને બાળી નાખવા માટે વિશેષ માર્ગદર્શિકા બનાવી છે.
- આજથી જયપુર એરપોર્ટ પર સ્વચાલિત સ્કેન બેલ્ટની શરૂઆત
આજથી જયપુર એરપોર્ટ પર સ્વચાલિત સ્કેન બેલ્ટની શરૂઆત
જયપુરના સાંગાનેર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર આજે મંગળવારથી ઇન-લાઇન બેગેજ સ્કેન માટે નવી શરૂઆત કરવામાં આવશે. હવે ઇન-લાઇન બેગેજનું સ્કેનિંગ સ્વચાલિત સ્કેન બેલ્ટ દ્વારા કરવામાં આવશે. જેનું ઉદઘાટન એરપોર્ટ ડાયરેક્ટર જેએસ બલહારા કરશે. સામાન સ્કેન કરવા માટે એરપોર્ટ ટર્મિનલના ભોંયરામાં એક અત્યાધુનિક એક્સ-રે મશીન મૂકવામાં આવ્યું છે.
- ગુજરાતી સિંગર જિગરદાન ગઢવીનો આજે જન્મદિવસ
સિંગર જિગરદાન ગઢવીનો આજે જન્મદિવસ
જીગરા તરીકે જાણીતા ગુજરાતી સિંગર જિગરદાન ગઢવી નવી પેઢીના સૌથી ફેમસ સિંગર છે. આજે તેમનો જન્મદિવસ છે. ચાંદને કહો અને વ્હાલમ આવોને તેમના આ બે ગીત જબરજસ્ત હિટ રહ્યા છે. આ બંને ગીતો આજના યંગસ્ટર્સ ખૂબ જ સાંભળે છે.
- ભારતીય ક્રિકેટ ટીમ T-20 માટે આજે મંગળવારે શ્રીલંકા પહોંચી
ભારતીય ક્રિકેટ ટીમ વન ડે અને T-20 રમવા શ્રીલંકા પહોંચી, આજથી અઠવાડીયું ક્વોરન્ટીન રહેશે.