- અમદાવાદ શહેર પોલીસ રથયાત્રા સંદર્ભે પેટ્રોલીંગ કરવામાં આવશે.
અમદાવાદ શહેર પોલીસ રથયાત્રા સંદર્ભે બપોર બાદ RAF સાથે મળીને સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવશે.
- આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલીથી જાપાનીઝ ઝેન ગાર્ડન અને કાઈઝન એકેડમીનું ઉદઘાટન કરશે
મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન વડાપ્રધાન કરશે
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએસનમાં જાપાનીઝ ઝેન ગાર્ડન અને કાઈઝન એકેડમીનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલી- ડિજિટલ માધ્યમથી કરશે સવારે 11.30 વાગ્યે
- જૂનાગઢ આમ આદમી પાર્ટી દ્વારા આજે શહેરમાં સફાઇ અભિયાન હાથધરાશે
જૂનાગઢ આમ આદમી પાર્ટી દ્વારા આજે રવિવારના રોજ શહેરમાં સફાઇ અભિયાનને શરૂઆત કરવામાં આવશે. પાર્ટીના કાર્યકરો દ્વારા ખલિલપુર રોડ થી જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં માર્ગની સફાઈનું કામ હાથ ધરવામાં આવશે આમ આદમી પાર્ટી લોકોને સ્પર્શતા મુદ્દાઓને લઈને આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે રાજકીય જગ્યા ઊભી કરવાના ભાગરૂપે જૂનાગઢ શહેરમાં આજથી સફાઇ અભિયાનની શરૂઆત કરશે
- વડાપ્રધાન મોદી આજે સવારે 11 વાગ્યે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કરશે
જાપાનીઝ ઝેન ગાર્ડન અને કાઈઝન એકેડમીનું ઉદઘાટન કરશે
આજે રવિવારના રોજ 11 વાગ્યે વડાપ્રધાન મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કરશે
- આજે રવિવારના રોજ CM રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની યોજાશે
CM રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક
આજે રવિવારના રોજ CM રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાશે. જેમાં હાલના પરિસ્થિની ચર્ચા કરવામાં આવશે
- સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આજે લેહ-લદાખની મુલાકાત લેશે
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આજે લેહ-લદાખની મુલાકાત
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આજે રવિવારના રોજ લેહ-લદાખની મુલાકાત લેશે અને સેનાની તૈયારીની સમીક્ષા કરશે
- રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની કાનપુરની લેશે મુલાકાત
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની કાનપુરની લેશે મુલાકાત
રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ શુક્રવારથી 3 દિવસીય કાનપુરના પ્રવાસે છે, આજે રવિવારે ત્રીજા દિવસે કાનપુરની મુલાકાત લેશે
- પાટણમાં નિર્માણ પામેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ સબરીમાલા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ
પાટણમાં નિર્માણ પામેલા મલ્ટી સ્પેશિયાલિસ્ટ સબરીમાલા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું આજે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
- દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા સુરતની મુલાકાતે
મનીષ સિસોદિયા સુરતની મુલાકાતે
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા આ રવિવારે સુરતની મુલાકાતે આવશે. અહીં તેઓ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે મનીષ સિસોદિયા આ રીતે કરશે પ્રવાસ સવારે 7 કલાકે સુરત એરપોર્ટ પર આગમન, 7.30 વાગ્યે સર્કિટ હાઉસ ખાતે આગમન, 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજશે, સાંજે 4 થી 6 દરમિયાન કાર્યકતાઓ સાથે બઠક યોજશે. સાંજે 7 વાગ્યે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
- પી.ટી. ઉષાનો જન્મદિવસ
પી.ટી. ઉષાનો જન્મદિવસ, ઉદાન પરી તરીકે જાણીતો છે
ગોલ્ડન ગર્લ અને દેશની ઉડતી પરી તરીકે જાણીતી બનેલી પી.ટી ઉષાનો આજે જન્મદિવસ છે. પી.ટી ઉષાનું પુરું નામ પિલાવુલ્લાકન્ડી થેક્કેપરમ્બિલ ઉષા છે. તેમજ ભારતના જાણીતા એથ્લીટ છે. તેમને ‘ક્વીન ઓફ ઈન્ડિયન ટ્રેક એન્ડ ફિલ્ડ’ તથા પાય્યોલી એક્સપ્રેસ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. તેમને 1984માં અર્જુન એવોર્ડ અને પદ્મશ્રીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.પી.ટી.ઉષાને પાંચ વાર બેસ્ટ એથ્લીટ ઈન એશિયા એવોર્ડ તેમજ બેસ્ટ એથ્લીટ ટ્રોફી વર્લ્ડ બે વાર મળ્યા છે.