ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં...

By

Published : Jun 22, 2021, 7:29 AM IST

NEWS TODAY:
NEWS TODAY:

આજે કેન્દ્રીય ગૃહ પ્રધાનની ગુજરાતની મૂલાકાતના બીજો દિવસ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ગુજરાતની મુલાકાતના બીજા દિવસે પણ મિટીંગનો દૌર યથાવત છે. અમદાવાદના ધારાસભ્યો સાથે સર્કિટ હાઉસ ખાત બેઠક યોજશે. રાજ્યના રાજકારણનો ચિત્તાર મેળવશે.

મુખ્યપ્રધાન વિજય રુપાણી કરી શકે છે મહત્વની જાહેરાત

મુખ્યપ્રધાન વિજય રુપાણી

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી આજે મહત્વની જાહેરાત કરી શકે છે. બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ સંબોધશે. રાજકારણમાં હલચલ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, બનાસકાંઠા, સાંબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામા 4 દિવસ રાજયમાં હળવા વરસાદ થવાની સંભાવના.

આજે દિલ્હીમાં મળશે રાષ્ટ્રમંચની મળશે બેઠક

શરદ પવાર

શરદ પવાર કોંગેસ સિવાય અન્ય વિપક્ષ સાથે બેઠક કરશે. પવાર ત્રીજો મોરચો સ્થાપવાના એંધાણ વર્તાવાનો રાજકરણમાં ગણગણાટ થઈ રહ્યો છે.

આજે કેન્દ્રીય આરોગ્ય વિભાગ કરશેજાહેરાત

કેન્દ્રીય આરોગ્ય વિભાગ

આજે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન દેશમાં રસીકરણની સ્થિતિનો ચિતાર આપી કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે પણ વાત કરશે. કોરોનાની સંભવિતમ ત્રીજી લહેરમાં તકેદારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે.

કાશ્મીર અંગે આજે કોંગ્રેસ કમિટિની બેઠક મળશે

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ

કાશ્મીર અંગે આજે કોંગ્રેસ કમિટિની બેઠક મળશે. આ બેઠકમાં દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અધ્યક્ષતા કરશે. 24 જૂને સર્વદળીય બેઠકને લઈ હલચલ શરુ થઈ છે.

પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ પાર્ટી હાઈકમાન્ડ દ્વારા રચાયેલી પેનલને મળશે

મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ

પંજાબ કોંગ્રેસમાં વધી રહેલી ખેંચતાણ વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ દિલ્હી પહોંચી ગયા છે. આજે પાર્ટીની પેનલ સાથે મૂલાકાત કરશે.

આજે ભારત-યુએસ બાયોફર્મા સમિટ યાજાશે

ભારત-યુએસ બાયોફર્મા સમિટ

ભારત અને યુ.એસ.ના ઉચ્ચ સરકારી અધિકારીઓ, ઉદ્યોગ નેતાઓ અને શિક્ષણવિદો આજે વાર્ષિક ભારત-યુએસ બાયોફર્મા અને હેલ્થકેર સમિટમાં ભાગ લેશે. સમિટની 22મી આવૃત્તિ આજે 22 જૂનના રોજ બોસ્ટનના યુએસએ ઈન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ (યુએસએઆઇસી) દ્વારા આયોજન કરવામાં આવી રહી છે.

સાઉધમ્પ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચનો પાંચમો આજે દિવસ

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ

સાઉધમ્પ્ટનમાં વરસાદ 4થા દિવસે પણ વિધ્ન બન્યો છે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનો બીજો દિવસ બગડ્યો છે.

દમદાર અવાજના ધની બોલિવુડના ખલનાયક અમરીશ પુરીનો આજે જન્મદિવસ

બોલિવુડના ખલનાયક અમરીશ પુરી

દમદાર અવાજના ધની બોલિવુડના ખલનાયક અમરીશ પુરીનો આજે જન્મદિવસ છે. અમરીશ પુરીને ભારતીય સિનેમામાં એક એવા અભિનેતા તરીકે યાદ કરવામાં આવે છે જેમણે પોતાના મજબૂત અવાજ, જોરદાર અભિવ્યક્તિઓ અને જોરદાર અભિનયના જોરે ખલનાયકને નવી ઓળખ આપી.

ABOUT THE AUTHOR

...view details