કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 10 વાગ્યે અમદાવાદ-ગાંધીનગરને જોડતા વૈષ્ણોદેવી ફ્લાય ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરશે.
રવિવારથી દેશના ગૃહપ્રધાન અમિત શાહ રાજ્યના પ્રવાસ પર છે. આજે અમદાવાદમાં ગાંધીનગર-અમદાવાદને જોડતા ઓવર બ્રિજનુ લોકાઅર્પણ કરશે
રાજ્ય સરકાર 21 જૂનથી રાજ્યવ્યાપી કૉવિડ વેક્સિનેશન મહાઅભિયાન શરુ કરશે
રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકા વિસ્તારના 1025 રસીકરણ કેન્દ્રો પર પ્રધાનો, આગેવાનો, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 21મી જૂને સવારે 9.00 વાગ્યે વેક્સિન ઉત્સવ ઉજવાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગરના સેક્ટર-8 ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૅક્સિન ઉત્સવમાં ભાગ લેશે. સૌને વિનામૂલ્યે વેક્સિન માટે મુખ્યપ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
Western Railway: સાપ્તાહિક દોડતી ત્રણ ટ્રેન 21 જૂનથી ડેઇલી દોડશે
કોરોનાના કેસો વધતા પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવાના પ્રયાસ રૂપે ઘણી ટ્રેનોને રદ કરવામાં આવી હતી. જ્યારે કેટલીક ટ્રેનો સાપ્તાહિક દોડી રહી હતી. હવે જ્યારે કોરોનાની બીજી લહેરમાં ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે રેલવે તંત્ર દ્વારા સાપ્તાહિક દોડી રહેલી સુરત-બાંદ્રા ઇન્ટરસિટી, ( Surat-Bandra Intercity ) ભાવનગર અને અવંતિકા એક્સપ્રેસ ને 21 જૂન પછીથી તબક્કાવાર ડેઇલી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી નવસારીથી અપડાઉન કરતા અને ખાસ કરીને મુંબઈના વેપારીઓને રાહત થશે.
સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે
રાજ્યમાં વિધીવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યના અનેક શહેરોમાં સારો વરસાદ પડી રહ્યો છે. આજે મોસમ વિભાગની આગાહી મુજબ સોરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદના હળવા ઝાપટા પડી શકે છે.
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
21 જૂન તારીખે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અન્ય તમામ ઇવેન્ટ્સ ઉપરાંત, આ તારીખ છ વર્ષ પહેલાં ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે નોંધાઈ હતી, જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર, સંયુક્ત રાષ્ટ્રએ 21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા અને દુનિયાને જોવાની હાકલ કરી હતી. દેશના દેશો આ અભિયાનમાં જોડાયા હતા.