આજે દ્વારકાનું વિશ્વ વિખ્યાત જગત મંદિર દર્શનાર્થીઓ માટે ખૂલ્લું મૂકવામાં આવશે.
આજે દ્વારકાનું વિશ્વ વિખ્યાત જગત મંદિર ખુલ્લુ મુકવામાં આવશે. મંદિર પરીસરના મુખ્ય પ્રવેશદ્વાર પરથી ભાવિકોને એકસાથે પ૦ ની સંખ્યામાં દર્શન માટે પ્રવશે આપવામાં આવશે. મંદિર પરિસરમાં યાત્રિકોને માત્ર દર્શન માટે જ છૂટછાટ મળશે, અને આખા દિવસની ચાર આરતીમાં યાત્રિકો માત્ર દર્શન કરી શકશે. સંપૂર્ણ આરતી દરમિયાન યાત્રિકોને ઊભા રહેવા દેવામાં આવશે નહીં અને મંદિરમાં યાત્રિકોને પરિક્રમા માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.
આજથી મિનિ લોકડાઉનના અનલોકમાં મોટા ફેરફારો લાગુ પડશે
રાજ્યમાં ધંધા-રોજગાર અને ખાણીપીણીથી લઈ જાહેર કાર્યક્રમોમાં અનેક મોટા ફેરફાર થયા છે. આજથી 15 દિવસ એટલે કે 26મી જૂન સુધી આ ફેરફારો લાગુ. આજથી 26 જૂન સુધી હોટલ-રેસ્ટોરન્ટમાં સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી કુલ ક્ષમતાના 50 ટકા ગ્રાહકો સાથે શરૂ કરી શકાશે. સાથે જ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી યથાવત રાખવામાં આવ્યો છે. આ તમામ નિયંત્રણો અને છૂટછાટો 26 જૂન સુધી અમલી રહેશે.
આજે કોંગ્રેસ દિલ્હીના જુદા જુદા જિલ્લાઓમાં દેખાવો કરશે
આજે ડીઝલ-પેટ્રોલના વધેલા ભાવોને લઈને કોંગ્રેસ દિલ્હીના જુદા જુદા જિલ્લાઓમાં દેખાવો કરશે. કોરોનાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ સજાગ રહેશે. દેશમાં ડીઝલ અને પેટ્રોલની કિંમત આસમાને છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાને પણ પાર કરી ગયો છે. તે જ સમયે, પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ ભાવમાં વધારો કરી રહી છે. આ વધતા ભાવોની અસરથી સામાન્ય લોકો પરેશાન છે. દેશભરના પેટ્રોલ પમ્પ સામે દેશવ્યાપી પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરશે.
આજે રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવનો જન્મદિવસ છે
આજે 11 જૂન 1948ના રોજ ફુલવારિયા, ગોપાલગંજ, બિહારમાં લાલુ પ્રસાદ યોદવનો જન્મ થયો હતો. લાલુ પ્રસાદ યાદવ એક ભારતીય રાજકારણી છે. તેઓ રાજકીય પક્ષ રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, પૂર્વ કેન્દ્રીય રેલવે પ્રધાન અને 15 મી લોકસભાના ભૂતપૂર્વ સંસદ સભ્ય છે.
આજે રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવ સામે કોંગ્રેસનું પ્રદર્શન
આજે 11 જૂનના રોજ રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવોને લઇ કોંગ્રેસ પેટ્રોલ પમ્પ પર દેખાવો કરશે. કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ અને ડીઝલના આસામાને ચઢેલા ભાવોના કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. દેશભરના પેટ્રોલ પમ્પ સામે દેશવ્યાપી પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરશે.